________________
ખલિલ જિબ્રાન ખલિલ જિબ્રાનનું વતન લેબેનોન હતું. તે લેબેનોનની પર્વતમાળાઓમાં ઉત્તુંગ સેડર વૃક્ષ નીચે જ જન્મ્યો હતો. સેડર વૃક્ષો દુનિયાનાં ઊંચામાં ઊંચાં વૃક્ષો છે. લેબેનોનના સેડર વૃક્ષ તરફ જુઓ એટલે તમારા મોંમાંથી એ બોલ નીકળી જ પડે કે, “સેડર વૃક્ષો પૃથ્વીની તારા સુધી પહોંચવાની ઈચ્છાનાં મૂર્તિમંત પ્રતીકો છે.” તે વૃક્ષો સેંકડો ફૂટ ઊંચાં હોય છે તથા હજારો વર્ષ જૂનાં.
ખલિલ જિબ્રાન કેટલેક અંશે જિસસના જ નમૂનારૂપ છે. બને સરખા જ પરિમાણમાં હસ્તી ધરાવે છે. તે ક્રાઈસ્ટ નહોતે, છતાં તે સહેજે તે બની શક્યો હોત. પરંતુ કૉન્ફશિયસની પેઠે તે પણ ગાડી ચૂકી ગયો' હતે. જિબ્રાનના જીવનકાળ દરમ્યાન એવા મહાપુરુષે જીવતા હતા જેમને શરણે તે જઈ શકયો હોત. તેને બદલે તે અમેરિકામાં ન્યૂયોર્કની ગંદી ગલીઓમાં જ ભટકતો રહ્યો. તે મહર્ષિ રમણ પાસે જઈ શક્યો હોત જે એક ક્રાઈસ્ટ હતા – એક બુદ્ધ હતા.
ખલિલ જિબ્રાન જો મહર્ષિ રમણ પાસે ગયો હોત તે તેને પારાવાર લાભ થયો હતો. કારણ કે તો જ તેને ખરો “પરમ ગુરુનો અવાજ' સાંભળવા મળ્યો હોત. મહર્ષિ રમણને પણ લાભ થયો હોત, કારણ કે ખલિલ જિબ્રાન જેવો મહાન લેખક તેમને મળ્યો હતો. રમણ પોતે બહુ નીચી કક્ષાના લેખક હતા રમણ મોટે ભાગે ચૂપ જ રહેતા, અને તેમને નામે એક બહુ નાની ચેપડી જ ચડી છે. ત્યારે
૫. મહર્ષિ રમણ વિષે રજનીશજી વધુમાં એટલું નૈધતા જાય છે કે, તે મેટા વિદ્વાન પણ નહોતા કે બહુ ભણ્યા પણ નહોતા. પરંતુ ૧૭ વર્ષની વયે જ તે તત્વ – સત્ય શોધવા ઘરમાંથી નીકળી પડથા, તે પાછા ફરી કદી ઘેર ગયા જ નહિ. પોતાનું પરમધામ પ્રાપ્ત કરનાર દુનિયાના આ ખરડામાં કદી ફરી પાછા ફરે? રમણ મહર્ષિ બહુ મોટા માણસ હતા પણું તેમણે બહુ નાની ચોપડી જ દુનિયાને આપી છે. સામાન્ય રીતે તે મૌન જ રહેતા. - સં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org