________________
“પુસ્તકે-જે મને ગમ્ય છે” તે ભારત પાછા ફર્યા ત્યારે તેમણે પ્રથમ વારાણસી જઈ આવવાને વિચાર કર્યો. કારણ કે, વારાણસી હિંદુધર્મને અટળ ગઢ મનાતું હતું.... હિંદુઓનું જેરુસલેમ. તેમનું મક્કા. રામતીર્થને એવી ખાતરી હતી કે અમેરિકાએ જો તેમના તરફ આ પૂજ્યભાવ દાખવ્યો છે, તે વારાણસીને બ્રાહ્મણો તેમને દેવની પેઠે પૂજશે, પરંતુ તે ભૂવા કરતા હતા તે વારાણસીમાં ભાષણ કરવા લાગ્યા. તે જ વખતે એક બ્રાહ્મણ ઊભો થયો અને બોલ્યો, “તમે આગળ કંઈ વદો ત્યાર પહેલાં મારા એક પ્રશ્નનો જવાબ આપે. તમે સંસ્કૃત ભાષા જાણો છો?”
રામતીર્થ તે પરમ તત્વ વિષે બોલી રહ્યા હતા, ત્યારે આ બ્રાહ્મણે તે એટલું જ પૂછયું કે, “તમને સંસ્કૃત ” આવડે છે? જો તમને સંસ્કૃત ન આવડતું હોય, તે પરમ તત્ત્વ વિશે બેલવાન તમને કશો અધિકાર નથી. માટે પહેલાં જઈને સંસ્કૃત ભણી આવો.”
એ બ્રાહ્મણને તે કંઈ દોષ કાઢી ન શકાય. આખી દુનિયામાં (બધા ધમેને) બ્રાહ્મણ-વર્ગ એ જ હોય છે. નવાઈ તો એ વાતની છે કે, રામતી સંસ્કૃત ભાષા શીખવાનું શરૂ કર્યું જ! એ વાતનો જ મને આઘાત લાગ્યો છે. કારણ કે, રામતીયે તો એ બ્રાહ્મણને એટલું જ સંભળાવી દેવું જોઈતું હતું કે“તારા બધા વેદો અને તારી સંસ્કૃત ભાષાને લઈને કાળું કરકે પરમ સત્યને જાણ્યું છે, પછી મારે સંસ્કૃત ભાષાને શું કરવી છે?”
રામતીર્થ સંસ્કૃત ભાષા જાણતા ન હતા એ વાત સાચી હતી. પરંતુ તે આવડવી જ જોઈએ એવું પણ કયાં છે? પરંતુ તેમને તે સંસ્કૃત ભાષા આવડવાની શાથી જરૂર જણાઈ તે સમજાતું નથી. તમને યાદ રાખવાનું કહું છું તે પહેલી ભૂલ આ હતી. તેમનાં પુસ્તકો ખરેખર ઘણાં જ કાવ્યમય છે. પૂરેપૂરાં પ્રેરણાદાયક. પરંતુ પરમજ્ઞાનીપ માણસ પોતે ક્યાંક ખોવાઈ ગયો છે.
૪. get lost. 4. esoteric.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org