________________
સ્ટોન
૧૩૫ બીજી ભૂલ : તેમનાં પત્ની તેમને મળવા દૂર પજાબથી આવ્યાં, ત્યારે તેમણે તેમને મળવાની ના પાડી. બીજી કોઈ સ્ત્રીને મળવાની તેમણે કદી ના નહોતી પાડી. તે પછી પોતાની જ પતનીને મળવાની ના પાડવાની શી જરૂર હતી? કારણકે, તેમને બીક હતી. હજુ તેમને સ્ત્રીમાં આસક્તિ બાકી રહી હતી. મને તેમની દયા આવે છે. (સંન્યાસી થઈને) પિતાની પત્નીને તેમણે ત્યાગ જ કર્યો છે, પછી તેમને બીક શી વાતની લાગતી હતી?
ત્રીજી ભૂલ : તેમણે છેવટે આપઘાત કર્યો હતો. હિંદુઓ તે એમ જ કહેવાના કે તે ગંગામાં સમાઈ ગયા. તમે ગમે તેવી ખરાબ બાબતેને સારાં રૂપાળાં નામ આપી શકે છે. (પણ તેથી ખરાબ બાબત ખરાબ જ રહેવાની.)
આ ત્રણ વિગતે સિવાયનાં રામતીર્થનાં પુસ્તકો કીમતી છે. પરંતુ તમે આ ત્રણ બાબતો ભૂલી જાઓ તો તમે તેમને સાક્ષાત્કાર પામેલા જ ગણવા લાગશો. તે જાણે સાક્ષાત્કાર પામેલા માણસ હોય એમ જ વાત કરે છે, પરંતુ તે માત્ર “જાણે સાક્ષાત્કાર પામેલા” હતા, એટલું જ.
૭૩ સ્ટાન
આજે તેરમી બેઠકના પહેલા પુસ્તક તરીકે હું ઇરવિંગ સ્ટોનનું “ધ લાસ્ટ ફોર લાઈફ” (“જીવનની તુણા') પુસ્તક રજુ કરું છું. વિન્સેન્ટ વાન ગોઘ (Gogh) ના જીવન ઉપર લખાયેલી એ નવલકથા છે. સ્ટોને એ નવલકથા લખીને એવું મોટું (tremendous) કામ કર્યું છે કે બીજા કોઈએ તેવું કામ કર્યું હોય એવું મને યાદ આવતું નથી. બીજાને વિષે એટલી આત્મીયતાથી કેઈએ લખાણ કર્યું નથી – જાણે પોતાના જ અંતરની વાત કરતો હોય!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org