________________
૧૩૬ ,
પુસ્તકે- જે મને ગમ્યાં છે? “લસ્ટ ફોર લાઈફ” એ પુસ્તક માત્ર નવલકથી જ નથી. તે તે એક આધ્યાત્મિક ગ્રંથ છે. તેને હું મારી વ્યાખ્યા પ્રમાણે આધ્યાત્મિક કહું છું. મારી વ્યાખ્યા પ્રમાણે જીવનનાં બધાં પાસાં – બધી કક્ષાઓને એક સમન્વય હેઠળ આણવામાં આવે ત્યારે જ તે આધ્યાત્મિક બની રહે. એ પુસ્તક એવી સુંદર રીતે લખાયું છે કે તેને લેખક ઈરવિંગ સ્ટોન પોતે જ તેને આંબી જવા માગે છે પણ તે શક્ય નથી.
તે પુસ્તક લખ્યા પછી તેને બીજાં ઘણાં પુસ્તકો લખ્યાં છે, અને આજની બેઠકના બીજા પુસ્તક તરીકે હું સ્ટોનનું જ બીજું પુસ્તક રજૂ કરવાનો છું. હું તે પુસ્તકને “બીજા” પુસ્તક તરીકે રજૂ કરું છું કારણ કે, વસ્તુતાએ પણ તે બીજી કક્ષાનું પુસ્તક છે – “લસ્ટ ફોર લાઈફ'ની જેમ પ્રથમ કક્ષાનું નથી તે પુસ્તકનું નામ “ધ એંગની aðrs & viszzzil' (The Agony and the Ecstasy'
અજેપ અને અત્યાનંદ') છે. તે પુસ્તક પણ પહેલા પુસ્તકની પિઠે બીજા કોઈ જીવનચરિત્રને આધારે જ લખાયેલું છે. સ્ટોન કદાચ માનો હશે કે, તે “લસ્ટ ફૉર લાઈફ' જેવું જ બીજું પુસ્તક લખતે હશે, પરંતુ તે બાબતમાં તે નિષ્ફળ નીવડયો છે. જોકે તે નિષ્ફળ નીવડયો છતાં તે પુસ્તક પણ બીજા નંબરનું તો છે જ – બીજે નંબર પણ તેના પુસ્તકના પહેલા નંબરની દષ્ટિએ, બીજા કોઈ લેખકના પુસ્તકની દષ્ટિએ હરગિજ નહિ. કલાકારો, કવિઓ, ચિત્રકારો વગેરેનાં જીવનચરિત્રને આધારે સેંકડો નવલકથાઓ લખાઈ છે, પણ તેમાંની કોઈ સ્ટોનના બીજા પુસ્તકની કક્ષાએ પણ પહોંચી શકતી નથી. તે પ્રથમ પુસ્તકની કક્ષાની તે વાત જ ક્યાં? સ્ટોનનાં બંને પુસ્તકો સુંદર છે; પરંતુ પહેલા પુસ્તકનું સૌંદર્ય તે અર્લોકિક છે.
સ્ટોનનું બીજું પુસ્તક જરા નીચેની કક્ષાનું છે, પણ એમાં સ્ટોનને કશો વાંક નથી. તમને ખ્યાલ હોય કે તમે “લસ્ટ ફૉર
9. all dimensions of life have to be incorporated into a synthesis.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org