________________
સ્ટેન લાઈફ' જેવું પ્રથમ કક્ષાનું પુસ્તક લખ્યું છે, ત્યારે સામાન્ય રીતે માણસને તેનું અનુકરણ કરી તેવું બીજું પુસ્તક લખવાનું જ મન થાય. પરંતુ તમે અનુકરણ કરવા જાઓ તો એવું પ્રથમ કક્ષાનું પુસ્તક કદી લખી ન શકો. સ્ટોને જ્યારે “લસ્ટ' પુસ્તક લખ્યું ત્યારે તે કોઈનું અનુકરણ કરતો ન હતો, પરંતુ જ્યારે તેણે “ધ ઑગની ઍન્ડ ધ એકસ્ટસી' પુસ્તક લખ્યું, ત્યારે તે પોતાનું જ અનુકરણ કરી રહ્યો હતો, અને એ અનુકરણ સૌથી ખરાબ અનુકરણ હોય છે. દરેક જણ નાહવા જતી વખતે બાથરૂમના અરીસામાં એમ જ કરે છે... સ્ટોનના બીજા પુસ્તક વિષે એવી જ લાગણી થાય છે. હું તેને અરીસામાંનું પ્રતિબિંબ કહું છું, પણ તે કઈ સાચી વસ્તુનું પ્રતિબિંબ છે, એટલે તેને હું મારી યાદીમાં ઉમેરી લઉં છું.
હું હમણાં ગુડિયાને પૂછવાને જ હતો કે સ્ટોને “ધ એંગની એન્ડ ધ એકસ્ટસી' પુસ્તકમાં કોનું જીવનચરિત્ર લીધું છે. મારા પૂરતું તે હું તે નામ છેક જ ભૂલી ગયો છું. એમ ભાગ્યે જ બને છે, કારણ કે, હું ઝટ કશું ભૂલી જતો નથી. હું ક્ષમા તરત જ આપી દઉં છું, પણ કશું બટ ભૂલી જતો નથી. રાજભારતી, તમે કહો કે સ્ટેને કોના જીવનચરિત્ર વિશે લખ્યું છે? ગોવિનના?
“ભગવાન, એમાં માઈકલ ઍજેલોનું ચરિત્ર છે.”
માઈકલ જેલોનું? ખરે જ એક મહાન જીવનચરિત્ર કહેવાય. પણ ત્યારે સ્ટોને ઘણું ગુમાવ્યું છે એમ જ કહેવું જોઈએ. ગોવિન વિષે જ તેણે લખ્યું હોત, તે તે ઠીક વાત હતી. પણ જો તે માઈકેલ એજેલોનું ચરિત્ર હોય, તો સ્ટોનને તે લખવા બદલ હું ક્ષમા
૨. અંગ્રેજીમાં “forgive and forget' એવી ઉક્તિ છે – અર્થાત બીજાએ કરેલા નુકસાનની ક્ષમા આપી દે અને તેને તરત ભૂલી જાઓ. મનમાં વેરભાવ રાખી ગેખ્યા કરવું એ સાચો રસ્તો નથી. - સ
3. Gauguin.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org