________________
૧૮
પુસ્તકે - જે મને ગમ્યાં છે પણ આપવાને નથી તથા તે વાત ભૂલી પણ જવાને નથી. પરંતુ . સ્ટોનનું લખાણ બહુ સુંદર હોય છે. તે જાણે કાવ્ય જ લખતો હોય તેવું લખે છે.
સ્ટોનની બીજી પડી પહેલીની તોલે આવી ન શકે તેનું એક સીધુંસાદું કારણ તો એ છે કે, પહેલી ચૂંપડીમાં જેનું જીવનચરિત્ર છે, એ વિન્સેન્ટ વાન ડેથ જે કોઈ બીજો માણસ જ મળે તેમ નથી. એ ડચ બચ્ચે પોતે જ અનનુકરણીય હતો. તેની કોઈ સાથે સરખામણી જ થઈ શકે તેમ નથી. તારાઓથી ખખચ ભરેલા આકાશમાં તે એક જુદો જ પ્રકાશી રહ્યો છે. એવા માણસ ઉપર કોઈ મેટું પુસ્તક રચવું હોય તો તે સહેલું કામ છે. માઈકલ એન્જલો વિશે પણ તેમ જ કહેવાય. પરંતુ સ્ટોને પોતાનું જ અનુકરણ કરવા ગયો એ મોટી ભૂલ કરી બેઠો. તમે કોઈનું અનુકરણ કરનારા કોઈના અનુયાયી કદી ન બનતા તમારા પોતાના પણ! 1. બિચારી ચેતનાને મેં તાકીદ કરી છે કે, તું મારાં કપડાં ધૂએ છે તે બરફ જેવાં ધોળાં થવાં જોઈએ. તે બિચારી તેનાથી થાય તેટલું કરી છૂટે છે. આજે હું ખૂબ આનંદમાં છું. (બરફની વાત પરથી) હું ફરીથી હિમાલયમાં જઈ પહોંચ્યો છું. લાઓત્નની પેઠે મારે પણ હિમાલયમાં જ દેહ ત્યાગવાને વિચાર હતો. હિમાલયમાં જીવતા હોવું એ એક અદૂભુત વસ્તુ છે; પરંતુ હિમાલયમાં દેહત્યાગ કરવો એ એથી પણ વધુ અભુત વસ્તુ છે. બરફ જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં હિમાલયની પવિત્રતાનું – નિષ્કલકતાનું પ્રતિનિધિત્વ કરે છે... આવતી કાલ કદી આવતી જ નથી. એટલે કશી ચિંતા કરવાની જરૂર નથી. હું તો હમેશ “આજ'માં જ વિચરું છું– વિહરું છું. એટલે અબઘડી – અત્યારે જ આપણે હિમાલયની દુનિયામાં જ પહોંચી ગયા
છીએ.
8. do not follow.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org