________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે? કામ છે. ભારતમાં ગણતરી પ્રમાણે ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ) બાવા છે. એ ટોળામાંથી સારો માણસ – ખરે માણસ શોધી કાઢવો લગભગ અશકય છે.
શિવપુરી મૌન રહેનાર વ્યક્તિ હતા. તે કોઈને ઉપદેશ આપતા નહોતા. બેનેટ તેમને મળ્યો ત્યારે તે ઘણા વૃદ્ધ થઈ ગયા હતા. તેમની ઉંમર તે વખતે લગભગ ૧૧૦ વર્ષની હશે. પરંતુ તે જાણે પોલાદના બન્યા હોય તેવા કઠણ – નક્કર હતા. તે લગભગ ૧૫૦ વર્ષ જીવ્યા હતા. તે સાત ફૂટ ઊંચા હતા અને ૧૫૦ વર્ષે પણ તે મૃત્યુ પામશે. એમ લાગતું જ ન હતું. તેમણે પોતે જ શરીર ત્યાગી દેવાને સંકલ્પ કર્યો હતો. તેમનું ઇછા-મૃત્યુ થયું હતું.
બેનેટ ઉચ્ચ કોટીને વૈજ્ઞાનિક હતું. પણ તે અધ્યાત્મજ્ઞાનની કે શાનીની ખરી ખૂબી પિછાની શકે તેમ નહોતું. તેથી તે અનેક ગુરુઓ બદલતે રહ્યો. પરંતુ તેણે તે જ્ઞાનીઓ વિશે પુસ્તકો લખીને તે મહંદુ ઉપકાર જ કર્યો છે.
૨૪ મીરાંબાઈનાં ગીતે THE SONGS OF MIRA (પાંચમી બેઠકના) છઠ્ઠા પુસ્તક તરીકે હું “ધ સોન્ઝ ઑફ મીરા' રજૂ કરું છું. મીરાંનાં રીતે કોઈ પુરુષ કે કોઈ સ્ત્રીએ ગાયેલાં ગીતમાં સુંદરમાં સુંદર રીતે છે. તેમનું ભાષાંતર કરવું અશક્ય છે. મીરાં કહે છે કે, “મેં તે પ્રેમ-દીવાની” – હું પ્રેમમાં પાગલ બની ગઈ છું; એટલી બધી પાગલ બની જઈને મેં પ્રેમ કર્યો છે કે, હું હવે છેક “પાગલ', “પાગલ', “પાગલ બની ગઈ છું!” આટલા નમૂના ઉપરથી જ તમને સમજાઈ જશે કે તેણે કેવી જાતનાં ગીત ગાયાં છે. તે રાજકુમારી હતી - રાજરાણી હતી, પણ શેરીની ભિખારણ બની રહેવા તેણે મહેલ ત્યાગી દીધો. પોતાને એકતારો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org