________________
શિવપુરી બાબા”
ગૌરાંગ નાચતા નાચતા ગાઈને પિતાને સંદેશ સંભળાવતા. તેમને સંદેશ શબ્દોમાં ન હતું, પણ તેથી કયાંય વધુ અસરકારક ગીતોરૂપે હતો. Íરાંગે કોઈ પુસ્તક લખ્યું નથી. તેમના ભક્તોએ – અને તે ઘણા હતા – તેમનાં ગીતોને સંગ્રહ કર્યો છે. તે અત્યંત સુંદર – અનુપમ ગીતોને સંગ્રહ છે, તેના જે બીજો કોઈ સંગ્રહ પહેલાં કે પછી પણ મારા જોવામાં આવ્યો નથી. તે ગીત માટે કયા શબ્દો વાપરું? – બસ એટલું જ કહી દઉં છું કે હું એ ગીતને ચાહું છું!
શિવપુરી બાબા (SHIVAPURI BABA')? (૧૬મી બેઠકના) પ્રથમ પુસ્તક તરીકે હું “શિવપુરી બાબા” પુસ્તક રજૂ કરું છું. અધ્યાત્મજ્ઞાની શિવપુરી બાબા દુનિયાને છેક જ અજ્ઞાત હતા. બેનેટ (Bennett) નામનો એક અંગ્રેજ વૈજ્ઞાનિક તથા ગણિતશાસ્ત્રી અધ્યાત્મજ્ઞાની - mystic કહેવાતા ગુરુની શોધમાં નીકળ્યો હતો. તેણે ઘણા મહત્ત્વના અધ્યાત્મજ્ઞાનીઓનાં પડખાં સેવ્યા પછી બધા વિશે પુસ્તકો લખ્યાં છે. બેનેટના “શિવપુરી બાબા' (Shivapuri Baba') પુસ્તક ઉપરથી જ શિવપુરી બાબા વિષે જગતને જાણ થઈ છે.
શિવપુરી બાબા જવલ્લે જ – ભાગ્યે જ પ્રગટ થતાં કે ખીલી ઊઠતાં પુપમાંના એક હતા– ખાસ કરીને ભારતમાં જ્યાં હજારો બબૂચકો પોતાને ‘મહાત્મા’ કહેવડાવતા વિચરે છે. ભારતમાં શિવપુરી બાબા જે માણસ શોધી કાઢવે એ બહુ જહેમત તથા શોધખોળનું
૧. આ લેખમાળામાં ઉલેખેલ વ્યક્તિઓને કાલક્રમની રીતે ગેઠવીને • ' ઉલ્લેખ નથી કરે, એટલું ધ્યાનમાં રાખવા વિનંતી છે. - સંપા
2. idiots.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org