________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે રાંડીદાસ અનેખી – વિચિત્ર વસ્તુઓ વિશે ગીત ગાય છે.. - ઈશ્વર વિષે ગાય છે કારણ કે, ઈશ્વર જ સતુ (ચિત્ આનંદ)નું પ્રતીક છે. રાંડીદાસ ધ્યાન - સમાધિ વિષે પણ ગાય છે. પણ ધ્યાન વિશે તે એવું કંઈક કહે છે કે જેની અવગણના થઈ શકે તેમ નથી. તે કહે છે કે, “ધ્યાન એટલે ઉન્મની – નમન થઈ જવું.” કેવી કંપાવી મૂકે તેવી વ્યાખ્યા! આલબર્ટ આઇન્સ્ટાઈનને જરૂર ચંડીદાસની ઈર્ષ્યા થઈ આવત. અરેરે, આઈન્સ્ટાઈનને રાંડીદાસ વિશે કે ધ્યાન-સમાધિ વિશે કશી માહિતી જ નહોતી. આ જમાનાના મહાનમાં મહાન પુરુષોમાને એક કહેવાય. પણ આઈન્સ્ટાઈન ધ્યાન-સમાધિ વિષે કાંઈ જ જાણતો ન હતો. અર્થાત્ તે પોતાની જાત સિવાય બીજું બધું જાણ હતો.
રાંડીદાસે પ્રેમ, જાગૃતિ, સૌંદર્ય, કુદરત વિષે ગીત ગાયાં છે. અને કેટલાંક ગીતે તે કોઈ પણ વસ્તુ વિષે નહિ, પણ માત્ર આનંદ ખાતર ગાયાં છે. માત્ર ગાવાના જ આનંદ ખાતર તેમના અર્થની તે કાંઈ વિસાત – અગત્ય જ નથી.
ગૌરાંગ
(સાતમી બેઠકના) આઠમા પુસ્તક તરીકે હું ભારતના એક અધ્યાત્મ-જ્ઞાની ગૌરાંગની અતિ ઘણી સુંદર રચના રજૂ કરું છું. ગૌરાંગ શબ્દને અર્થ થાય છે “ગોરા શરીરવાળા.' તે એવા તે સુંદર હતા– હું તેમને જાણે મારી સામે પ્રત્યક્ષ ઊભા રહેલા જોઈને કહું છું કે તે અતિ ગેરા હતા - હિમ જેવા વાળા. તે એવા તો સુંદર હતા કે ગામની બધી છોકરીઓ તેમના પ્રેમમાં પડી ગઈ હતી. છતાં તે અપરિણીત - બ્રહ્મચારી જ રહ્યા હતા. લાખે છોકરીઓ જોડે કોઈ પરણી ન શકે. એકને જ પરણવું પણ વધારે પડતું છે; તો પછી લાખોની તો કયાં વાત? કોઈને પણ તે વસ્તુ મારી જ નાખે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org