________________
સહોબાઈનાં ગીતા
વગાડતી તે ભરબજારમાં નાચતી ફરતી — એક ગામથી બીજે ગામ, એક શહેરમાંથી બીજે શહેર, એક નગરમાંથી બીજે નગર. પોતાના હૃદયને રેલાવતી – અરે પોતાની જાતને સંપૂર્ણપણે ઠાલવી દેતી હોય તેમ તે ગીતો ગાતી.
મીરાં વિષે મેં હિંદીમાં ઘણું ઘણું કહ્યું છે. એકાદ દિવસ કોઈ પાગલ એનું અંગ્રેજીમાં ભાષાંતર કરે ત્યારે વાત !
૪૧
૨૫
સહોબાર્કનાં ગીતા
THE SONGS OF SAHAJO
(
(પાંચમી બેઠકના) સાતમ પુસ્તક તરીકે હું ‘ધ સૉન્ગ્યુ’ ઑફ સહો' રજૂ કરું છું. સહજો નામ જે કેટલું બધું કાવ્યમય છે!
• સહજ' એટલે જે આપમેળે છે જ, (કોઈએ બનાવ્યું નથી, તથા કદી ઉત્પન્ન થયું નથી. પોતે પોતાની મેળે છે જ! અર્થાત્ પરમ સત્ય પરમ તત્ત્વ – જે ‘સહજ' છે.) સહજો વિષે મેં ઘણું ઘણું કહ્યું છે — પણ હિંદીમાં, કારણ કે, અંગ્રેજી ભાષામાં એટલા કાવ્યમય બની શકાતું નથી. અંગ્રેજી ભાષામાં મને કવિતા જેવું ખાસ કાંઈ દેખાયું જ નથી. કાવ્ય નામથી મને જે કાંઈ અંગ્રેજી ભાષામાં જોવા મળ્યું છે તે એટલું બધું અ-કાવ્ય છે કે, કોઈ હજુ તેની સામે બંડ નથી પાકારતું એની જ મને નવાઈ લાગે છે. અંગ્રેજી ભાષા વધુ ને વધુ વૈજ્ઞાનિકની − ટેકનિશિયનની ભાષા બનતી જાય છે. ‘ટેકનિશિયન’ની કહેવા કરતાં ‘ટેકનૉલૉજિસ્ટ'ની કહીએ તે વધુ ઉચિત થશે, અંગ્રેજી ભાષાને કાવ્યમય બનાવીને નવેસર ઘડી આપનારા હજુ કેમ નીપજતા નથી ? એટલે સહજે વિષે અંગ્રેજીમાં કંઈ કહેવાયું નથી અને હું કમનસીબ સમજું છું. કોઈક દિવસ સહો વિષે મેં જે કંઈ કહ્યું છે, તેની ત્રણ બહારની દુનિયાને થશે એવી આશા રાખીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org