________________
સમદ
બહુ અમાનુષી રીતે કતલ કરવામાં આવી હતી. તેમનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. તેમનું માથું જામા મસ્જિદનાં પગથિયાં ઉપરથી ગબડતું ગબડતું છેક નીચે આવ્યું. હજારો લેકો ત્યાં ભેગા થયા હતા, તેમણે તે માથાને પગથિયાં ઉપરથી ગબડતી વેળા પણ “ઈશ્વર એક જ છે”- “ ઈશ્વર એક જ છે'- એવો પિકાર કરતું સાંભળ્યું હતું.
એ માથું એમ પિકાર કરતું હતું એ વાત ખરી છે કે ખોટી છે, તે હું જાણતા નથી. પણ તે સાચી જ હશે. તે સાચી હેવી જ જોઈએ. સત્યને પણ સરમદ જેવા માણસ સાથે સમાધાન કરવું જ પડે. હું સરમદને ચાહું છું. સરમદે કશું લખાણ કર્યું નથી, પણ એમણે કરેલાં વિધાનેને સંગ્રહ છે. તે વિધાનમાં સૌથી ઉત્તમ વિધાન એ જ છે કે, “ઈશ્વર એક જ છે, અને કઈ પેગંબર છે નહિ. તમારી અને ઈશ્વરની વચ્ચે બીજું કોઈ નથી.” ઈશ્વર પોતે સીધા જ પ્રાપ્ય છે, તેમને મેળવી આપનાર કોઈ બીજો વચેટિયો નથી. માત્ર તમારામાં થોડું પાગલપણું હોવું જોઈએ અને મબલક ધ્યાન!– a little madness and a lot of meditation.
આ પછી હું કંઈક કહેવા માગતો હતો. પણ હું કંઈ કહીશ નહિં. તે કહી શકાય તેવું જ નથી. પહેલાં પણ તે કદી કહેવાયું નથી, અને મારે પણ કંઈ કહેવું ન જોઈએ.
2. compromise with. ૫૦ – ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org