________________
૨૯
સરમદા (સાતમી બેઠકના) દશમા અને છેલ્લા તરીકે હું સરમદ (Sarmad)ને રજૂ કરું છું. પૃથ્વી ઉપર ડગલાં ભર્યા હશે એવાં માણસોમાં સૌથી વિચિત્ર માણસ એ છે. તે સૂફી સંપ્રદાયના હતા, અને મસીદમાં જ તેમની કતલ કરવાની સજા મુસલમાન બાદશાહે ફરમાવી હતી. તેમની કતલ કરવાનું કારણ એટલું જ હતું કે, મુસલમાન તેમની પ્રાર્થનામાં બોલે છે કે, “અલા લ ઈલ અલ્લા’ (ઈશ્વર એક જ છે), અને મહંમદ ઇલ રસૂલ અલ્લા' (મહંમદ એકલા જ ઈશ્વરના પેગંબર છે.)
સૂફીઓ એ પ્રાર્થનાના બીજા હિસ્સાને માન્ય રાખતા નથી, સરમદને ગુને પણ એ જ હતું. અને વસ્તુતાએ પણ કોઈ એક જ જણ ઈશ્વરને પેગંબર કેવી રીતે હોય? કોઈ એક જ કદી ન હોઈ શકે – ભલે પછી તે મહંમદ હેય, કે જિસસ હેય, મુસા હોય કે બુદ્ધ હોય. સરમદને એમ કહેવા બદલ મારી નાખવામાં આવ્યા, તેમનું ખૂન કરવામાં આવ્યું, તેમની કતલ કરવામાં આવી. હિંદુસ્તાનના એક મુસલમાન બાદશાહે મુસલમાન મુલ્લાઓની સાથે કાવતરું રચીને તેમને મારી નાખ્યા. પણ સરમદ તે છેવટ સુધી હસતા જ રહ્યા અને બોલતા રહ્યા કે “ઈશ્વર એક જ છે.
દિલ્હીની મોટી મસ્જિદ – એટલે કે જામા મસ્જિદમાં સરમદની કતલ કરવામાં આવી હતી, તે આજે પણ એ મહાપુરુષની કતલને સંસ્મરણ માટેના પાળિયા તરીકે હજુ ઊભી છે. સરમદની
1. strangest.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org