________________
૪૭
તેની એક ટેવી તેનાથી વિખૂટી પડી ગઈ, જે કાશ્મીરમાં જઈ પહોંચીને ત્યાં વસવાટ કરીને રહી.
કોક વખત વિખૂટા પડવું – ભૂલા પડવું એ પણ સદ્દભાગ્યની વાત બની રહે છે. મુસા આ વિખૂટી પડેલી ટોળકીને શોધી કાઢવા જતાં છેવટે કાશ્મીરમાં જ આવી પહોંચ્યા અને ત્યાં જ મૃત્યુ પણ પામે. તેની કબર ઇઝરાયેલમાં નહિ પણ કાશ્મીરમાં છે.
નવાઈની વાત એ છે કે જેમાં મુસા પણ કામીરમાં મરણ પામે, તેમ જિસસ પણ કાશ્મીરમાં જ મરણ પામ્યો હતો. હું અનેક વાર કાશમીરમાં જઈ આવ્યા . ત્યાં ગયા પછી મનમાં એમ જ થઈ આવે છે કે, હા, અહી જ – અબઘડી – મરવાનું મળે તો કેવું સારી આ સુંદર સ્થાનમાં એક વખત આવી ગયા પછી બીજે કયાંય જીવવાનું ગમે ખરું?
કાશ્મીરીઓ સુંદર લેકે છે –ગરીબ છે પણ અત્યંત સુંદર છે. વલ્લા પણ કાશ્મીરી બાઈ હતી – છેક જ અભણ પણ ઘણું ગાનારી – ઘણું નાચનારી. તેને ઘોડાંક ગીતે બચ્યાં છે – તેને પિતાને નથી બચાવી શકાઈ; તેનાં તે ગીતોને હું મને ગમતાં પુસ્તકોની મારી યાદીમાં સામેલ કરું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org