________________
૧૭
તરન-તારન' : ‘શૂન્ય સ્વભાવ’
૧. (૧૪મી બેઠકના) ચોથા પુસ્તક તરીકે હું તરનતારનનું ‘શૂન્યસ્વભાવ' પુસ્તક રજૂ કરું છું.
G
તરન-તારન શબ્દના અર્થ થાય ‘તારણહાર ' (પાર ઉતારનાર – savior). એ એમનું ખરું નામ નથી. ખરું નામ તા કોઈ જ જાણતું નથી.
જૈનેાના પણ એક બહુ જ નાના ફિરકામાં હું જન્મ્યો છું. જૈનધર્મ પોતે જ એક નાના સમુદાયના ધર્મ છે — માંડ ત્રીસેક લાખ વાકા જૈન હશે. જૈન ધર્મના બે મુખ્ય ફાંટા છે : દિગંબર અને શ્વેતાંબર. દિગંબરા માને છે કે મહાવીર નિર્વસ્ત્ર જ રહ્યા હતા અને જીવ્યા હતા. ‘દિગંબર' શબ્દનો અર્થ થાય છે ‘આકાશરૂપી વસ્ત્રધારી' – અર્થાત્ નિર્વસ્ત્ર, રૂપકની રીતે તેના અર્થ થાય (કર્મ વગેરેના આચ્છાદન – આવરણ વિનાના) ખુલ્લા – ઉઘાડા (“the naked”). દિગંબર એ જૈનાના જૂનામાં જૂના ફાંટો છે.
ત્યારે શ્વેતાંબર શબ્દનો અર્થ થાય છે, શ્વેત – ધવલ વજ્રથી આચ્છાદિત. અને આ સંપ્રદાયના લોકો એમ માને છે કે, મહાવીર પોતે તો નિર્બસ – ઉઘાડા જ વિચરતા હતા, પરંતુ દેવે તેમના શરીર ઉપર અદૃશ્ય એવા ધેાળા વસ્ત્રનું આચ્છાદન કરી રાખતા. ( જેથી લેાકામાં તે ઉચિત રીતે વિચરી શકે.)
-
૧. અગ્રેજીમાં ‘Taran Taran' છે. તેનેા ઉચ્ચાર તરણુ-તારણુ કરવા કે તાર-તારણ કરવા એ સમાતું નથી. – સ
૨. metaphorically.
Jain Education International
૩૦
For Personal & Private Use Only
www.jainelibrary.org