________________
રાબિયા
(પાંચમી બેઠકની) આઠમી વ્યક્તિ તરીકે હું રાબિયા-અલ-અદા બિયાને રજૂ કરું છું. તે સૂફી સિદ્ધાંતવાળી બાઈ છે. રાબિયા તેનું પિતાનું નામ છે, અને “અલ-અદાબિયા” એટલે કે “અદાબિયા ગામની” એ એનું સરનામું છે. રાબિયા જીવતી હતી ત્યારે તેનું અદાળિયા ગામ મુસલમાનેને માટે મક્કા જેવું પવિત્ર તીર્થ બની રહ્યું હતું. દુનિયાને ખૂણેખૂણેથી, અરે બધે છેડેથી જિજ્ઞાસુઓ રાબિયાની ઝૂંપડી શેલતા આવતા હતા. તે બહુ કડક સ્વભાવની અધ્યાત્મ-જ્ઞાની બાઈ હતી. તે પિતાના હાથમાં હથોડે રાખતી. તે હથોડા વડે તેણે ઘણાં માથાં ફોડી નાખ્યાં છે અને અંદરનું રહસવ ખુલ્લું કર્યું છે.
એક વખત હસન રાબિયાને શોધતો અને બળતો તેની પાસે આવ્યો. હસન રાબિયાને ત્યાં રહેતો હતો તે દરમ્યાન એક વખત સવારની પ્રાર્થના વેળા એણે કુરાનનું પુસ્તક રાબિયા પાસે માગ્યું. શબિયાએ પોતાની પાસેની કુરાનની નકલ હસનને આપી. હસને જોયું તો તેમાંથી ઘણા શબ્દો – અરે ઘણા ફકરા છેકી નાખ્યા હતા. તે જોઈ હસન પિકાર કરી ઊઠ્યો: “આ તો ધિક્કારી કાઢવા જેવો છે. પવિત્ર કુરાનમાં કોણે આ છેકછાક કરી છે?” કુરાનને સુધારનાર – તેમાં છેકછાક કરનાર રાબિયા વળી કોણ? કુરાનમાં સુધારો કરવાની કોઈને પરવાનગી નથી. ખુદાને છેલ્લો પેગંબર જે કહેવાય, તેના શબ્દમાં વળી સુધારા વધારા કરવાના કેવા? મહેમદ પછી બીજા કોઈ પિગંબર થવાના જ નથી; તે જ છેલ્લામાં છેલ્લા પેગંબર છે; તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org