________________
રાબિયા
તેમણે કહેલું એ જ ખુદાને છેલલામાં છેલ્લો પેગામ છે. તેમાં કાટછાંટ કે સુધારો-વધારો કરવાનો હોય જ નહિ.
રબિયા હસનને બળાપ જોઈ હસી પડી. તેણે કહ્યું, “મને તમારી પરંપરાગત માન્યતાઓની સહેજે પડી નથી. મેં તો ખુદાનાં પ્રત્યક્ષ દર્શન કર્યા છે. અને મારા એ સાક્ષાત્કારને આધારે મેં એ
પડીમાં કાટછાટ કે સુધારા-વધારા કર્યા છે. એ મારું પુસ્તક છે. હું મારા પિતાના અનુભવને જ વફાદાર રહી શકું બીજા કોઈના અનુભવને મારે શું કરવો છે? તમને મારા અનુભવોની એ ચોપડી જોવા આપી એ જ મોટી વાત છે, તમારે તે બદલ મારો આભાર માનવો જોઈએ.
આવી હતી રાબિયા – માની ન શકાય એવી અસાધારણ હસ્તી,
રાબિયાન લખેલાં કહેવાતાં વાક્યો રાબિયાએ પોતે લખેલાં નથી. એ બધાં તો રાબિયાના અનુયાયીઓએ કરી લીધેલા ટાંચણે છે. રાબિયા કશા સંદર્ભ વિના કાંઈ બોલી નાખે – શા સંદર્ભમાં એમણે એ કથન કર્યું તે કોઈને ખબર પણ ન હોય, છતાં તેઓ તેનું ટાંચણ જરૂર કરી લે. રાબિયાએ જે પ્રસંગ (anecdotes) કહી બતાવ્યા છે તે પણ એવા જ સંદર્ભ વિનાના છે. રાબિયાનું આખું જીવન જ તેવા સંદર્ભ વિનાના પ્રસંગેનું બનેલું છે.
મીરાં સુંદર છે, પણ મીઠા વિનાની – માત્રા મીઠી – મધુર. પરંતુ રાબિયા તે નમક છે – ખરું મીઠું! મને ડાયાબીટીસ છે એટલે મધુર - મીઠી મીરાને વધુ સ્વાદ હું ન લઈ શકું પરંતુ રાબિયાને કશો વધિ નહિ. નમક તો હું ખાવું હોય તેટલું ખાઈ શકું – વસતુતાએ - ખાંડને હું ધિક્કારું છું; અને સેકેરીન જેવી બનાવટી ખાંડને તો ખાસ,
જિસસે પિતાના શિષ્યોને કહ્યું હતું કે, “તમે આ પૃથ્વીના સાચા મક છો.” રાબિયા વિશે પણ હું એમ જ કહ્યું કે, “રાબિયા તું આ પૃથવી ઉપર જીવી ગયેલી અને ભવિષ્યમાં જે જીવવાની છે તે બધીમાં નમકરૂપ છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org