________________
નાનકઃ “ગુરુચથ”
(સાતમી બેઠકના) બીજા પુસ્તક તરીકે હું શીખેના “ગુરુગ્રંથ'ને રજુ કરું છું. “ગુરુગ્રંથ' એટલે ગુરુઓની પાણી અથવા ગ્રંથમાં સર્વોત્તમ ગ્રંથ. શીખો તેને “ગુરુગ્રંથસાહેબ' પણ કહે છે. અર્થાત્ તેને ગુરુની વાણીના સંગ્રહરૂપ એક “પુસ્તક’ માનવાને બદલે ગુરુના આત્મારૂપ સજીવ હસ્તી જ માને છે.
ગુરુગ્રંથ' એ કોઈ એક વ્યક્તિની રચના નથી. પેઢી દર પેઢીની એ રચના છે. દુનિયાને કોઈ ગ્રંથ એની પેઠે સમગ્ર સ્રોતમાંથી સંકલિત કરવામાં આવ્યો નથી. (બાઇબલને) “એલ્ડ ટેસ્ટામેન્ટ' ગ્રંથ માત્ર યહૂદી ગ્રંથ છે. તેને ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’ ગ્રંથ માત્ર ખ્રિસ્તી છે. “ભગવદ્ગીતા', માત્ર હિંદુ છે. “ધમપદ’ માત્ર બૌદ્ધ છે, 'જૈનસૂત્રો' માત્ર જૈન છે. પરંતુ “ગુરુગ્રંથસાહેબ” જ દુનિયાને એકમાત્ર ગ્રંથ છે જેને શક્ય તેટલા બધા સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવ્યો છે. તે હિંદુ, મુસલમાન વગેરે અનેક સ્રોતમાંથી તૈયાર કરવામાં આવે છે. કોઈ એક પંથ કે સંપ્રદાયનું એકાંગીપણું (કે કોઈ એક પંથનું “ધમધપણું') તેમાં નથી સાહેબમાં નાનક ઉપરાંત કબીર, ફરીદ વગેરે અનેક સાક્ષાત્કાર પામેલ (mystics) મહાત્માઓની વાણી જોવા મળે છે. હજારો નદીઓ જેમ એક મહાસાગરમાં એકઠી થાય છે, તેમ ગ્રંથસાહેબ મુક્ત પુરુષોની વાણીઓને મહાસાગર છે.
ગુરુ નાનકને મતે પરમ સત્ય પરમાત્મા અકબ - અનિર્વચનીય છે. તેમનું તે ગીત – ગાન જ કરી શકાય. એ ગીતનું સંગીત જે તમારા દિલને તાર ઝણઝણાવી જાય તો જ તમે તેમાં રહેલા અર્થને પામી શકો. દીવાની જ્યોત શબ્દો વડે શી રીતે પ્રગટાવી શકાય? દીવાની જપેત જ બીજા દીવાની જ્યોત પ્રગટાવી શકે.
પરંતુ પુસ્તક તે છેવટે પુસ્તક જ છે. એટલે “ગુરુ' જ્યારે ના રહે, ત્યારે “ગ્રંથ' કે “શબ્દ” પણ મૃત વસ્તુ જ બની રહે છે. એટલે બીજા ધર્મ-સંપ્રદાયોની પેઠે શીખે પણ અત્યારે એક સુંદર મડદું જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org