________________
૨૪
“પુસ્તકે - જે મને ગમ્યાં છે.” છપાઈ રહે. પરંતુ તેમાં બાકીનાં ૧૦૭ ઉપનિષદો સમાઈ રહ્યાં છે. ઈશ' જ તે બધાનું જ છે.
ઈશ ઉપનિષદ” ધ્યાનસિદ્ધિ પ્રાપ્ત કરનાર ત્રાષિઓનાં ઉત્તમમાં ઉત્તમ સર્જનમાંનું એક છે.
૧૫ નાનક : “ ગુરુગ્રંથ
(પાંચમી બેઠકન) નવમા પુસ્તક તરીકે હું નાનકનાં ભક્તિપદો રજુ કરું છું નાનક શીખ ધર્મના (સંપ્રદાય કે પથિના નહિ) પ્રવર્તક હતા. તેમના જમાનામાં જાણીતી આખી દુનિયામાં તે ફરી વળ્યા હતા. તેમના એ પરિભ્રમણ વખતે તેમને એક જ સાથી હતો : રબાબ ધારી મરદાના પરદાના નામનો અર્થ થાય છે મરદ – બહાદુર માણસ, (નાનક જેવા) મુક્ત પુરૂષના એમ અતિ દી કાળ સુધી સાથી કે અનુયાયી બની રહેવું એ ખરેખર મરદાનગીનું જ કામ છે. નાનક ગાય અને મરદાના તેમને રખાબ (ગિતાર) વગાડીને સાથ આપે, એ રીતે પરમાત્માની – પરમ તત્વની સુવાસ રોમેર ફેલાવતા તેઓ આખી દુનિયાનું પરિભ્રમણ કરી વળ્યા હતા. નાનકનાં ભજને એવાં હૃદયસ્પર્શી છે, કે તે સાંભળતાં અને ગાતા હંમેશ મારી આંખમાં આંસુ આવી ગયાં છે.
નાનકે પોતાનાં ભજનથી જ એક નવી પંજાબી ભાષા ઊભી કરી છે. કારણકે, દિલની ભાષા ચાલુ ભાષાના વ્યાકરણની કે નિયમની મર્યાદા સ્વીકારતી નથી. નાનકે ઊભી કરેલી પંજાબી ભાષા તરવારની (કિરપાણની) ધાર જેવી તીક્ષણ -પક છે.
૧. આ ખંડમાં સમાં મુકેલે ભાગ મૂળને નહિ પણ સંપાદકને ગણવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org