________________
“પુસ્તક - જે મને ગમ્યાં છે?
શું કહેવાનું હશે એમ વિચારતે હું પત્ર આગળ વાંચું ત્યારે છેવટે મને લાગ્યા વિના રહે જ નહિ કે ખરું તો એમને એ જ કહેવાનું હતું!
મારા પિતાજી તે હવે નથી. પરંતુ જયારે તે અનેખું કાંઈ કરતા હતા તેવું જ મારાથી થઈ જાય છે ત્યારે તે મને યાદ આવ્યા વિના રહેતા નથી. મારું શરીર માંદગીની બાબતમાં પણ તેમના શરીરને જ અનુસરે છે! મને તે બાબતનો ગર્વ પણ છે. મારા પિતાજીને દમ હતો, તેથી મને જ્યારે દમ ઊપડે છે ત્યારે મને ખબર પડ્યા વિના રહેતી નથી કે મારું શરીર મારા પિતાજી તરફથી મને મળેલું છે – તેની બધી ખામીઓ, ગફલત અને ભૂલો સાથે! તેમને ડાયાબીટિસ હતો. મને પણ તે રોગ છે. તેમને વાત કરવાનું બહુ ગમતું; મેં પણ મારી આખી જિંદગી દરમ્યાન વાતો કર્યા સિવાય બીજું કાંઈ કર્યું નથી.
તે એક મહાન પિતા હતા. તે મારા પિતા હતા તે કારણે નહિ, પરંતુ તે પિતા હતા છતાં તે પોતાના પુત્રને પગે પડયા હતા અને તેની પાસે દીક્ષા લીધી હતી! એ જ એમની મોટાઈ હતી. પહેલાં કે બાપે તેમ કર્યું નથી અને આ ભૂંડી પૃથ્વી ઉપર ભવિષ્યમાં પણ કોઈ તેમ કરવાનું નથી. એમ બનવું જ અશક્ય છે. બાપ પોતાના પુત્રને શિષ્ય બને? બુદ્ધના પિતા પણ તેમ કરતા પહેલાં ખચકાયા હતા; મારા પિતા તે તેમ કરતા પહેલાં એક ક્ષણ પણ ખચકાયા ન હતા!
વળી બુદ્ધના પિતાને તે પુત્રના શિષ્ય બનવાનું બહુ સહેલું હતું, કારણ કે, બુદ્ધ તે કહેવાતા ધર્મો અપેક્ષા રાખે છે તેવા એક સંત હતા, પરંતુ મારા જેવા પુત્રના શિષ્ય બનવાનું તે કોઈ પણ પિતા માટે અશક્ય જ હોય. કારણ કે, હું કોઈ ધર્મની કોઈ વ્યાખ્યા પ્રમાણે સંત નથી. મને તેવા કોઈ વર્ગમાં મુકાવું ગમતું પણ નથી – ઊલટું હું તે વસ્તુને ધિક્કારું છું. હું સ્વર્ગલોકમાં ગયે હોઉં અને ત્યાં કહેવાતા સંતને મહાલતા જોઉં, તો હું એ સ્વર્ગમાંથી પણ તરત પાછો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org