________________
બુદ્ધ : “ધમ્મપદ ?
૧. ગૌતમ બુદ્ધને તે હું કોઈને ન ચાહ્યા હેય એટલા ચાહું છું. આખું જીવન મેં એમને વિશે બેલવામાં જ ગાળ્યું છે, બીજાઓ વિશે બોલતો હઈશ ત્યારે પણ તેમને વિશે જે બોલ્યો છું. મારું
એકરારનામું માનવું હોય તે તેમ, પરંતુ હું કહી દઉં છું કે, જિસસ વિષે હું બેલવા માગુ ત્યારે પણ બુદ્ધને અંદર લાવ્યા વિના રહી શકતું નથી. મહંમદ વિશે બોલતી વેળા પણ હું બુદ્ધને અંદર લાવ્યા વિના રહું નહિ – ભલે નામથી તેમનો ઉલ્લેખ મેં ન કર્યો છે.ય. બુદ્ધને અંદર લાવ્યા વિના કંઈ પણ બોલવું મારે માટે અશકય છે. બુદ્ધ તે મારા લેહી. હાડ તથા હાડકાની મજારૂપ બની ગયા છે. તે મારું મૌન છે, તે જ મારું ગીત પણ છે. તેથી તેમના ગ્રંથ “ધમપદ' મને ગમતાં પુસ્તકોની યાદીમાં ઉમેરવાનું અત્યાર સુધી રહી ગયું તે બદલ તેમની ક્ષમા માગું છું.
૨. ધમ્મપદને શબ્દાર્થ થાય, “ધર્મને – પરમ સત્યને માર્ગ.” અથવા વધુ ચેક્કિમ ભાષામાં કહેવું હોય તે “પરમ સત્યનાં (ધર્મન)
પગલાં” ને
આ કથન કે વ્યાખ્યામાં રહેલો વિરોધાભાસ સમજવા જેવો છે. કારણકે, બતક આગળ જાય છે કે પાછળ જાય છે, ત્યારે પાછળ કશાં પગલાં પાડતી જતી નથી; તથા આકાશમાં ઊડતાં પંખી પણ પાછળ કોઈ પગલાં પાડતાં જતાં નથી. તેમ બુદ્ધો પણ આકાશમાં ઊડતાં પંખીઓ જેવા છે તેનાં પાછળ પગલાં શી રીતે પડે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org