________________
૧૭૦
“પુસ્તકો જે મને ગમ્યાં છે” કાળને છાજે તેવું (primitive)- ફેંકી દેવા યોગ્ય. આખું તાલમુડે ફેંકી દો ત્યારે આ એક વાક્ય બચાવી લેજો. તમારા સૂવાના ઓરડામાં પણ લખી રાખજો કે, “ઈશ્વર તમારો કાકો નથી; તે હરગિજ સદૂભાવ દાખવતો નથી.” એ વાક્ય યાદ રાખશો તો તમે તમારી પત્ની પ્રત્યે, તમારાં સંતાનો પ્રત્યે, તમારા કરો પ્રત્યે અરે તમારી જાત પ્રત્યે, કંઈ મૂર્ખતાભર્યું પગલું ભરવા જતા હશો ત્યારે તમારી સાન ઠેકાણે લાવી દેશે.
,
૯૧ બાલ શેમ ટેવ
છઠ્ઠી બેઠકના સાતમા પુસ્તક તરીકે હું બાલ શેમ ટોવની ટૂંકી વાર્તાઓ રજૂ કરું છું. બાલ શેમે કોઈ પુસ્તક કે ગ્રંથની રચના કરી નથી. અધ્યાત્મવાદ (Mysticism)ની દુનિયામાં ગ્રંથ કે પુસ્તક એ ગદ શબ્દ ગણાય. બાલ શેમે તો અતિ સુંદર એવી નાની નાની વાર્તાઓ જ કહી છે, અને કેટલીક વસ્તુઓ એવી છે જે એવા નાના નાના ટુચકાઓ મારફત જ કહી શકાય – વ્યક્ત કરી શકાય, બાલા શેમની વાર્તાઓમાંથી ક્યૂયહુદી લોકોનો “હસીદ' સંપ્રદાય ઊભો થયો છે. “હસીદ' શબ્દનો અર્થ “અંત થાય છે. એટલે યહૂદીઓમાં જે સંત સંપ્રદાય ઊભો થયો, તે જાણે ન્યૂ લોકોરૂમી છોડ ઉપર ખીલેલું સુંદરમાં સુંદર પુષ્પ છે. હસીદસંપ્રદાયને જન્મ આપવા જેવું બીજું એક અગત્યનું કામ જ્યુ લોકોએ કર્યું નથી, એમ કહેવાય.
૩. બાલ શેમના નામની પાછળ ટેવ શબ્દ છે તે તેમના ગામનું નામ છે. એટલે “ટેવ ગામના બાલ શેમ’ એ એમના આખા નામને અર્થ થાય.
૪. હસીદ-સંપ્રદાય વિષે લાંબે પરિચય “બૂબર” નામના ૫૬ મા ખંડમાં આવે છે. – સં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org