________________
લાભ થશે. મારે મતે નિકલની “કૉમેન્ટરીઝ’ દુનિયામાં ઉત્તમમાં ઉત્તમ પુસ્તકોમાંનું એક છે.
(પછી આ ૧૦મી બેઠકના સાતમાં પુસ્તક તરીકે રજનીશજી ગુજએફના બીજા શિષ્ય હાર્ટમેન (Hartman)ના અવર લાઈફ વિથ ગુજએફને ઉલ્લેખ કરે છે. હાર્ટમેન અને તેની પત્ની બંને ગુજએફને ગુરુ માનતા હતા. હાર્ટમેન સંગીતશાસ્ત્રી હતા અને ગુજિએફના જો વખતે વાજિત્ર વગાડીને સાથ આપતે.)
તાલમુડ – TALMUD
૧૪મી બેઠકનું ત્રીજું પુસ્તક પૂ લોકોનું તાલમુડ' છે.
રજનીશજી શરૂઆતમાં જ જણાવી દે છે કે, આ પુસ્તકને મારી યાદીમાંથી બાકાત રાખવા હું હમેશા પ્રયત્ન કરતો પણ છેવટે મારે તેને દાખલ કરવું પડ્યું છે. રજનીશજી પોતે જ્યે લોકોની વિરુદ્ધનું જ બોલતા આવ્યા છે અને અહીં જ જણાવતા જાય છે કે, હજુ પણ હું જ્યુ લોકોની વિરુદ્ધનું જ બોલે જવાને છું, એટલે આ પુસ્તકને મારી યાદીમાં લેવાનું મને મન ન હતું. પરંતુ એ પુસ્તકમાં એક સુંદર વાક્ય છે, તેને કારણે જ હું તે પુસ્તકને મારી યાદીમાં લઈ લઉં છું. તે વાક્ય આ છે –
“ઈશ્વર બહુ ભયંકર (terrible) છે. તે તમારો કાકો થત નથી, તે હરગિજ સદૂભાવ દાખવતો નથી.'
માત્ર આ વાક્યને જ હું ચાહું છું – મને તે ગમે છે. એ , ખરેખર મહા-વાકય છે. બાકીને તે બકવાસ છે – તદ્દન પુરાણ
૧. He is not nice. ૨. gibberish.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org