________________
સમયસાર”
કુંદકુંદાચાર્યના “સમયસાર” ગ્રંથ વિષે મેં બોલવાનું ઘણી વાર વિચાર્યું હતું, પરંતુ પછીથી હંમેશાં મેં તે વાત પડતી મૂકી હતી. એ પુસ્તક જૈન ધર્મે આપેલી સર્વોત્તમ બક્ષીસમાંની એક છે. પરંતુ તે ગણિતશાસા “મેથેમૅટિકસ'ની રીતે રજૂ કરાયેલું પુસ્તક છે; એટલે હું તેને વિષે કદી બોલ્યો નથી. મને કવિતા કે ગીત જ વધુ ગમે છે. એટલે તે પુસ્તક પણ ગીતની રીતે લખાયું હોત, તે હું તેને વિષે જરૂર બોલ્યો હોત.
સાક્ષાત્કાર ન કરનારા કવિઓ વિશે પણ મેં ઘણું કહાં હશે; પરંતુ સાક્ષાત્કાર કરનાર ગણિતશાસ્ત્રી કે તર્કશાસી વિષે મેં ભાગ્યે જ કંઈ કહ્યું હશે. ગણિતશાસ્ત્ર સૂકું શાસ્ત્ર છે; અને તર્કશાસ્ત્ર (logic) તે વેરાન રણ જ છે!
કુંદકુંદાઈ સાક્ષાત્કાર કરનાર મુકત પુરુષ છે. તેમને ફરી જન્મ થવાનું નથી. તેમનું પુસ્તક સુંદર છે – એટલે જ હું તેને વિષે કહી શકું તેમ છું. તેને વિષે વધુ હું કંઈ જ કહેવાનું નથી, કારણકે તે ગણિતશાસ્ત્રની રીતે લખાયેલું પુસ્તક છે....... ગણિતશાસ્ત્રની પિતાની પણ આગવી સુંદરતા હોય છે, આગવો લય (rythm) પણ તેનું એક પ્રકારનું તથ્ય પણ હોય છે, પરંતુ તે બહુ મર્યાદિત હોય છે.
“સમયસાર' એટલે સિદ્ધાંતને સાર–અર્ક. ભાગ્યેજોને જો તમારા હાથમાં પુસ્તક આવી જાય, તો તેને જમણા હાથમાં જ પકડશે– ડાબા હાથે કદી નહિ, તે જમણા હાથે પકડવાનું પુસ્તક છે
૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org