________________
૧૦
શ્રી-ભાષ્ય 27
શ્રી-ભાષ” એ “બ્રહ્મસૂત્ર' ઉપર રામાનુજાચાર્યે લખેલું ભાષ્ય છે. “બ્રહ્મસૂત્ર' ઉપર ઘણા આચાર્યોએ ભાષ્ય લખ્યાં છે. બાદરાયણે લખેલા “બ્રહ્મસૂત્ર' વિશે હું વાત કરી ગયો છું. રામાનુજાચાર્યે તે “બ્રહ્મસૂત્ર” ઉપર જ પોતાની રીતે બ્લેખું ભાષ્ય લખ્યું છે.
રામાનુજનું ભાગ્ય ન સૂકું પુસ્તક છે – છેક રણ-પ્રદેશ જેવું જ! અલબત્ત રણપ્રદેશનું પોતાનું પણ અમુક પ્રકારનું અનેખું સૌંદર્ય હોય છે, તથા પોતાની અને વિશિષ્ટતા પણ. પરંતુ રામાનુજ પોતાના “શ્રી-ભાષ્ય'માં રણપ્રદેશને એક બગીચો જ બનાવી મૂક્યો છે – જાણે રણમાં હરિયાળો તથા જળસભર રણદ્વીપ (oasis). રસભર્યો પણ! રામાનુજે લખેલા પુસ્તકને હું ખરેખર ચાહું જ છું. જોકે રામાનુજને પોતાને હું ચાહત નથી; કારણ કે, તે પરંપરાવાદી (traditionalist) હતા. અને પરંપરાવાદીઓને– રૂઢિચુસ્તોને (orthodox લોકોને) તો હું મારા અંતરથી ધિક્કારું છું. તે લોકો માંધ (fanatic) કહેવાય તેવા લોકો હોય છે.
પરંતુ મારી લાચારી છે: કોઈ કોઈ વાર મધ લોકો પણ કિંઈક સુંદર વાત કહી બેસે છે. એટલે રામાનુજના આ પુસ્તકને પણ મને ગમતાં પુસ્તકોની યાદીમાં મેં ઉમેરી લીધું છે.
૧. “ટંકારવ” જાન્યુ. ૧૯૯૨ અંકમાં તે વક્તવ્ય ઉતાર્યું છે. – સં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org