________________
ટૉહોય એના કેરેનિના
ત્યારે મહાત્મા ગાંધી સંપૂર્ણ હાર્દિકતાના – સૌહાર્દના ઊંચામાં ઊંચા શિખરરૂપ બની શક્યા, અને ઊંચામાં ઊંચા શિખરરૂપ રહેવાના પણ છે. (અર્થાતુ બીજો કોઈ સૌહાર્દતાની તેટલી ઊંચી કક્ષાએ પહોંચી ન શકે, આ સૈકામાં તેમના જેવો બીજો કોઈ સૌહાર્દપૂર્ણ માણસ મેં જોયો નથી. તે જ્યારે પત્રને અંતે “sincerely yours' (તમને પોતાને સંપૂર્ણ સમર્પિત) લખીને સહી કરે, ત્યારે તે ખરેખર તેવો. ભાવ અનુભવતા હોવાથી જ તેમ લખે. પણ તમે બધા જયારે પત્રને અંતે “sincerely yours’ એવું લખો છો, ત્યારે તમે પણ જાણતા હો છો, તેમજ બીજા બધા પણ જાણતા હોય છે. – અરે, તમે જેને પત્ર લખતા હો છો તે પણ જાણ હોય છે કે તમારા એ શબ્દો માત્ર ઔપચારિક છે. ખરેખરા “sincerely yours’ બનવું – સંપૂર્ણ સમર્પિત થવું – બહુ અઘરું હોય છે; લગભગ અશક્ય જ કહો ને. સંપૂર્ણ હાર્દિકતા – સમર્પણભાવ – (sincerely) હોય તો જ માણસ ખરેખર મુમુક્ષક બની શકે.
ટૉસ્ટૉયને મુમુક્ષુ બનવું હતું. પણ ન બની શક્યા. તેમણે મુમુક્ષુ બનવાનું ભગીરથ પ્રયત્ન આદર્યો હતો. મારી તેમને તે પ્રયન પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ (sympathy) છે, પરંતુ તે મુમુક્ષુ બની શક્યા નથી. હજુ તેમને થોડાક વધુ જન્મ સુધી રાહ જોવી પડવાની છે. સંસારમાંથી મુક્તિ જ મેળવવા ઇચછનાર “મુક્તાનંદ' તે ન બની શક્યા એ એક રીતે સારું જ થયું; નહિ તે આપણને તેમની પાસેથી રિઝરેકશન', 'વૉર એન્ડ પીસ', “એના કૅરેનિના' તથા તેવી અતિસુંદર ડઝનબંધ નવલકથાઓ કયાંથી મળત? વળી તે (પરાણે) મુમુક્ષ
૧૧. sincerity.
૧૨. કસમાં મૂકેલો ભાગ મૂળને નથી. મૂળમાં “and will rcmain forever (a pinnacle of sincerity) - 2.
.93. religious. ૧૪. immensely concerned.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org