________________
એપાર્ટ
યુનિવર્સિટીમાં લશ્કરી તાલીમમાંથી મને બરતરફ કરવામાં આવ્યો હતો. કારણ કે, જ્યારે “દાયા ફરો’નો હુકમ થયો ત્યારે હું વિચાર કરવા થોભી ગયો. મારા સિવાયના બીજા બધા જમણા ફરી ગયા હતા. મિલિટરી-ઑફિસરે મૂંઝાઈને મને પૂછ્યું, “અલયા મેં સાંભળ્યું નહિ? બહેરો છે કે શું?'
મેં જવાબ આપ્યો, “સાચી વાત છે; મારામાં જ કંઈ વાંકું છે. હું જમણો કે ડાબો શા માટે ફરું? એમ ફરવાની શી જરૂર છે? આ મૂર્ખઓ પણ ફર્યા છે ખરા, પણ થોડી જ વારમાં હું છું તેવી સ્થિતિમાં આવી જવાના છે. તો પછી ડાબા-જમણી ઘૂમવાની શી જરૂર છે?'
મને તરત જ યુનિવર્સિટીમાંથી રૂખસદ આપવામાં આવી એ સ્વાભાવિક જ હતું. મને તો તેથી અત્યંત આનંદ જ થયો. બધા કહેતા કે એ મારું કમનસીબ છે; પરંતુ હું તો એને મારું સદ્ભાગ્ય જ માનતો હતો. તેઓ અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યા કે, “એને કાઢી મૂક્યો, પણ એનું એને કંઈ દુ:ખ થતું હોય એમ લાગતું નથી – ઊલટો એ તો રાજી થતો લાગે છે ....” મેં પણ સૌને રાજી થઈને પાર્ટી આપી... દારૂ બારૂ સાથે!
એપાર્ટ પિપ વગેરેની વાત કાન ઉપર લીધી. એક જર્મનને જ્ઞાનસાક્ષાત્કાર થશે મુશ્કેલ છે. વિમલકીર્તિ જ પહેલો જર્મન છે જેને જ્ઞાન-સાક્ષાત્કાર થયો હોય. એપાર્ટ પણ એની બહુ નજીક પહોંચી ગયા હતા. એક જ ડગલું જાણે ભરવાનું બાકી હતું – અને એની ભવસાગરની મુસાફરી પૂરી થઈ હોત ... અને પાર જવા માટેનાં દ્વાર ઊઘડી ગયાં હતા. પરંતુ પિપના ભારે દબાણ હેઠળ હોવા છતાં તેણે કેટલીક વાતે સુંદર કહી છે. તેનાં કથનમાં સત્યનાં કિરણોને કંઈ પ્રકાશ પ્રવેશ્યો છે, અને તેથી મેં તેને મારી યાદીમાં ઉમેર્યો છે.
<, enlightened.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org