________________
મહાકશ્યપ “ઝેન' શબ્દો બોલીને તમને સમજાવતો આવ્યો છું, પરંતુ કશું સમજ્યા નથી. આજે મૌન રહીને મેં જે કંઈ સમજાવ્યું, તે એક મહાકશ્યપ સમજો લાગે છે. તેનું હાસ્ય એ વાતની સાબિતી છે.'
આવી રહસ્યમય રીતે બુદ્ધ પિતાના ભિક્ષુ-સંઘને પોતાની પાછળ નાયક શોધી કાઢ્યો અને તેને તે પદે નીમ્યો. અર્થાત્ બુદ્ધ પછી મહાકશ્યપ બુદ્ધના ભિક્ષુસંઘના નાયક બન્યા.
મહાકશ્યપના શિષ્યએ મહાકશ્યપ વિશે જે કંઈ લખ્યું છે કે કહ્યું છે, તે જ મહાકશ્યપનું પુસ્તક કહેવાય છે. પણ ખરી રીતે મહાકશ્યપે તે લખ્યું નથી; તેમજ તેમના જે શિષ્યોએ તે લખ્યું છે તેમણે પણ પિતાનું નામ જાહેર કર્યું નથી. પણ જે કંઈ લખવામાં આવ્યું છે તે અતિ સુંદર છે. જાણે પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રના ટુકડા: તેમને બરાબર ભેગા ગોઠવતાં તમને આવડે તે પૂર્ણ ચંદ્ર જ પ્રકાશી ઊઠે! પરંતુ તે ટુકડા બરાબર ગોઠવવાની ચાવી ધ્યાન છે. મહાકશ્યપ પછી જે પરંપરા ઊભી થઈ તે જ “ઝેન” અર્થાત્ ધ્યાન. મહાકશ્યપ જ “ઝેન પરંપરાના આદિ-ગુરુ કે આદિ-સ્થાપક છે. બુદ્ધ પણ નહિ! બુદ્ધ
જ ન બુદ્ધ તે ચાલીસ વર્ષ સુધી બોલ બોલ જ કર્યા કર્યું; મહાકશ્યપ તો કદી બોલ્યા જ ન હતા. તેમણે કદી કશો અવાજ કાઢ્યો હોય, તે તે માત્ર હાસ્યને! જોકે હસવું એ પણ એક રીતે કંઈક કહેવા જેવું જ છે. હસીને જ મહાકશ્યપે બુદ્ધને ટાપસી પૂરી હતી કે, “જુઓ તે ખરા, આ દેખાતે મેટો સંસાર કે મજાક (Joke) છે!” - જે ક્ષણે તમે સમજી જશો કે આ સંસાર એક મજાક માત્ર છે, ત્યારે જ તમે ખરું સમજયા હશે. એ સિવાય બીજું કોઈ બોધિજ્ઞાન છે જ નહિ. '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org