________________
૭૧
કૃષ્ણમૂર્તિ : એસટ
૧
૮ મી બેઠકનું પાંચમું પુસ્તક રજૂ કરતી વેળા રજનીશજી જણાવે છે કે, “એટ ધ ફીટ ઑફ ધ માસ્ટર” (‘જગદ્ગુરુને ચરણે’) નામનું એક પુસ્તક છે. તેના લેખક તરીકે જિષ્ણુ કૃષ્ણમૂર્તિ (Jiddhu Krishnamurti) એવું નામ આપવામાં આવ્યું છે પરંતુ કૃષ્ણમૂર્તિ પોતે એમ કહે છે કે, મૈં એ પુસ્તક કયારેય લખ્યું હોય એવું મને યાદ જ આવતું નથી. ખરી રીતે એ પુસ્તક ઘણા વખત પહેલાં એટલે કે કૃષ્ણમૂર્તિ નવ કે દશ વર્ષની ઉંમરના હશે ત્યારે લખાયેલું છે. એ પુસ્તક પ્રકાશિત થયું ત્યારથી ઘણા પહેલા વખતની યાદ તેમને આવે પણ શી રીતે? પરંતુ એ પુસ્તક એક મહાન કૃતિ છે.
હું પ્રથમ વાર એ પુસ્તકને ખરો લેખક કોણ હતા તેનું નામ દુનિયાને જાહેર કરી દઉં છું : ઍની બેસંટ! એ પુસ્તક ઍની બેસંટે લખેલું છે, કૃષ્ણમૂર્તિએ નહિ. તો ઍની બેસંટ એ પુસ્તક પોતાની રચના છે એમ જાહેર થવા કેમ ન દીધું? તેમ કરવા પાછળ એક કારણ હતું : ઍની બેસંટ કૃષ્ણમૂર્તિને જગદ્ગુરુ તરીકે જાહેર કરવા માગતાં હતાં. એક માતાની એ મહત્ત્વાકાંક્ષા હતી. ઍની બેસંટે જ કૃષ્ણમૂર્તિને ઉછેરીને મેટા કર્યા હતા, અને કોઈ પણ માતા પોતાના સંતાનને ચાહે તેટલા બેસંટ કૃષ્ણમૂર્તિને ચાહતાં હતાં. તેમની વૃદ્ધાવસ્થા વેળાએ તેમને એક જ ઇચ્છા રહેતી હતી કે કૃષ્ણમૂર્તિ જગદ્ગુરુ બને. પરંતુ દુનિયને કહેવાનું શું કૃષ્ણમૂર્તિ પાસે ન હોય તો તેમના
૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org