________________
૭૦
ઘાલિબ ૧૬ મી છેલ્લી બેઠકના દશમા તરીકે મિરઝા ઘાલિબને રજૂ કરવામાં આવ્યો છે. તેની કોઈ કૃતિનું વર્ણન કરવાને બદલે રજનીશજીએ જુદી રીતે જ તેનું મૂલ્યાંકન કરેલું છે. મિરઝા ઘાલિબ વિષે તે એટલું જ કહે છે કે, મિરઝા ઘાલિબ ઊદૂ ભાષાના મહાનમાં મહાન કવિ હતા. માત્ર ઊર્દૂ ભાષાના જ નહિ; દુનિયાની બીજી કોઈ ભાષામાં એવો કોઈ કવિ નથી જેને ઘાલિબ સાથે સરખાવી શકાય. તેમના પુસ્તકને 'દિવાન' કહેવામાં આવે છે. દિવાન એટલે કવિતાઓને સંગ્રહ, તેમનાં કાવ્યોનું વાચન કરવું બહુ અઘરું છે. પરંતુ તમે થોડો પ્રયત્ન જારી રાખે, તો તમને બહુ મોટી કિંમત હાંસલ થશે. તેની એક એક લીટીમાં આખું પુસ્તક સમાયેલું હોય છે. ઊર્દૂ ભાષાની એ જ ખૂબી છે. હું તો એમ કહેવા માગું છું કે, દુનિયાની બીજી કોઈ ભાષામાં માત્ર બે વાક્યોમાં આખા પુસ્તકને ભાવ સમાઈ જાય. એવી
ડામાં જ બધું કહી દેવાની તાકાત નથી અને મિરઝા ઘાલિબ ઊદૂ ભાષાના એવા ચમત્કારી જાદુગર હતા.
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org