________________
૧૨૮
પુસ્તકો - જે મને ગમ્યાં છે' પિતાનું આખું નામ પણ આપ્યું નથી – માત્ર પોતાના નામના શરૂઆતના અક્ષરો M.C. જ લખેલા છે. તેમનું આખું નામ એમના મિત્રો દ્વારા મને જાણવા મળ્યું એ તો એક અકસ્માત જ હતો.
લેખકે પિતાનું M.C. એટલું જ નામ શાથી લખ્યું હશે? મને તેનું કારણ સમજાય છે. લેખક તો (ઉપરથી આવતા પ્રકાશનું) વાહન માત્ર હોય છે. “ધ લાઈટ ઑન ધ પાથ' જેવાં પુસ્તકની બાબતમાં તો ખાસ એવું જ હોય છે. કદાચ લોકોને મદદ કરનારો - દોરનારો–પેલ સુફી ખિજરા જ M, C.ના પુસ્તકની પાછળ કામ કરી રહ્યો હશે.
M. C. થિયોસોફિસ્ટ હતા કે હતાં. લેખક પુરુષ હતા કે સ્ત્રી હતાં તે હું જાણતો નથી. અને તે પુરુષ કે સ્ત્રી હેય તેથી કશો ફરક પડતો નથી. થિયોસૉફિસ્ટોને સુફીઓ જે પરમ માર્ગદર્શક ખિજરામાં માને છે તેનાથી દેરાવાનું પસંદ ન પણ હોય. થિયોસોફિક્સ્ટ પરમ માર્ગદર્શક K.H.માં માને છે, એટલે હું M, C, ની બાબતમાં K.H. વડે તેમને દરવણી મળી હતી એમ કહું તો કદાચ વધુ ગમે. પરંતુ નામ ગમે તે આપ તેથી શો ફરક પડે છે? ગુરુ (Master) K H. હતા કે અધ્યાત્મજ્ઞાની ખિજવા હતા – એ મુદ્દાની વાત નથી. મુદ્દાની વાત તો એ છે કે, એ પુસ્તક નરદમ સેનાના બનાવેલા મિનારા જેવું દેદીપ્યમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org