________________
એબલ કેલિન્સ
૧૨૭
પરંતુ માત્ર ફિલસૂફી અને તર્કશાસ્ત્રને જ; ખરી વસ્તુને - તત્ત્વને નહિ. ખરી વસ્તુ તે સૉક્રેટિસ, પાયથેગોરાસ, પ્લૉટિનસ, ડાયેજિનિસ અને યોનિસિયસ પાસેથી પશ્ચિમને મળેલી છે– એરિસ્ટોટલ પાસેથી હરગિજ નહિ.
પરંતુ નવાઈની વાત છે કે તેણે “Poetics’ પુસ્તક લખ્યું, જેને ઍરિસ્ટોટલના અભ્યાસીઓ અડતા પણ નથી ! મારે તે પુરતક માટે તેનાં પુસ્તકોમાં પણ ખેળ જ કરવી પડી હતી. એરિસ્ટોટલમાં પણ મને કંઈ સુંદર વસ્તુ મળશે કે કેમ એ જોવા હું પ્રયત્ન કરતે હતે. પરંતુ જ્યારે થોડાં જ પાનાંની તેની Poetics ચેપડી મને મળી ત્યારે હું રોમાંચિત થઈ ગયો હતો એ માણસમાં પણ દિલ જેવી ચીજ છે એની મને ત્યારે જ ખબર પડી. એ માણસે બીજું બધું માથામાંથી – મગજમાંથી લખ્યું હતું, પરંતુ આ પુસ્તક તે દિલમાંથી લખ્યું હતું. અલબત્ત એ પુસ્તક કાવ્યના તત્ત્વ અંગે છે, પરંતુ કાવ્યનું તત્વ પ્રેમના તત્ત્વથી ભિન્ન હોઈ શકે નહિ. એ પુસ્તક તેની અક્કલની સુવાસરૂપ નથી, પરંતુ તેના અંતરજ્ઞાન (intuition)ની સુવાસરૂપ છે. હું એ પુસ્તકની ભલામણ કરું છું.
M.C.: MABEL COLLINS ૭મી બેઠકના ત્રીજા પુસ્તક તરીકે મેબલ કોલિન્સનું “ધ લાઈટ ઑન ધ પાથ' ('સાધના માર્ગ ઉપર પ્રકાશ') નામનું પુસ્તક રજૂ કરું છું. જે માણસ સાધનાની ઊંચાં શિખરો સર કરવા માગે છે, તેણે આ પુસ્તક વાંચવું જોઈએ – સમજવું જોઈએ. કદની દૃષ્ટિએ કિંમત આંકીએ તે તે એ બહુ નાનું પુસ્તક છે; મારા થડાં પાનાં જ. પરંતુ ગુણવત્તાની દૃષ્ટિએ જોવા જઈએ તો તે સૌથી મોટાં – સૌથી મહાન પુસ્તકોમાંનું એક છે. અને સૌથી વધુ નવાઈની વાત તે એ છે કે, એ પુસ્તક આ જમાનામાં લખાયું છે. એ પુસ્તકમાં લેખકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org