________________
૧૨૬
પુસ્તકે- જે મને ગમ્યાં છે' માણસની પણ આ જ રામાયણ છે. તેથી જ મેં કહ્યું કે જરા ઊંડા ઊતરવા પ્રયત્ન કરશો તે આ કયામાં પણ તમને શુદ્ધ ધર્મને સિદ્ધાંત હાથ લાગશે. માણસમાત્ર એવી જ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે. તમે શું કરો છો? બીજા બધા પણ શું કરે છે? આખો ખડક ઊંચકીને ટોચ ઉપર લઈ જાઓ છો; ત્યાંથી તે અચૂક પાછે, નીચેની ખીણમાં ગબડી પડે છે – દરેક વખતે થોડોક વધુ ઊંડે પણ જ હશે. બીજે દિવસે પણ સવારમાં નાસ્તો પરવારી પાછા એ ખડકને જ ઊંચકીને પર્વતની ટોચ સુધી લાવો છો અને તમે બરાબર જાણો છો કે શું થવાનું છે – તે ખડક પાછો નીચે ગબડી પડવાને જ છે.
એ કથા બહુ સુંદર છે. માર્સેલે તેને ફરીથી રજૂ કરી છે. તે બહુ ધાર્મિક માણસ હતો. પરંતુ તે ખાલી પેકારો કરવામાં માનતે ન હ, તેથી કદી આગળ આવતો ન હતો. તે ચૂપ જ રહ્યો, ચૂપ રહીને જ તે અવસાન પામે. તે ભલે ચૂપ રહ્યો, પરંતુ તેણે લખેલ પુસ્તક “ધ મિથ ઑફ સિસિફસ’ પિકાર કરીને જણાવે છે કે, તે પુસ્તક કદી પણ રચવામાં આવેલી મહાન કલાકૃતિઓમાંનું એક છે.
ઍરિસ્ટોટલ ૧૬ મી છેલ્લી બેઠકના ચેથા પુસ્તક તરીકે ઍરિસ્ટોટલનું ‘Poetics” પુસ્તક રજૂ કરીને રજનીશજીએ સૌને અચંબામાં નાખી દીધા હતા. તેમણે કહ્યું કે ઍરિસ્ટોટલને તે હું જન્મથી દુશ્મન છું. તેને હું "એરિસ્ટોટલિટિસ’ (Aristotalitis) જ કહું છું. એ એક અસાધ્ય રોગનું જ નામ છે, એ રોગની કોઈ દવા જ નથી... એ સાચા અર્થમાં કેન્સર જ છે.
ઍરિસ્ટોટલને પશ્ચિમના દેશોની ફિલસૂકા અને તર્કશાસ્ત્ર (Logic). ને પછે કહેવામાં આવે છે. અને તે ખરેખર પિતા છે પણ ખરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org