________________
६७
Haidd' "The Mytlı of Sisyphus'
૧૨ મી બેઠકનું આઠમું પુસ્તક રજૂ કરતાં રજનીશજીએ જણાવ્યું કે, સામાન્ય અર્થમાં “ધાર્મિક’ કહેવામાં આવે છે તેવો ધામિક હું હરગિજ નથી. હું મારી પિતાની તે ધાર્મિક જરૂર છું. તેથી લોકોને નવાઈ લાગશે કે હું ધાર્મિક નહિ એવા પુસ્તકો મારી યાદીમાં શાથી સામેલ કરું છું. પરંતુ એ પુસ્તકો ધાર્મિક છે જ – તમારે જરા ઊંડા ઊતરવાની તસ્દી લેવી પડશે.
સિસિફસની કથા બહુ પ્રાચીન છે; અને માર્સેલે પિતાની પડીમાં તેનો ઉપયોગ કર્યો છે. તે કથા ટૂંકમાં તમને કહી સંભળાવું –
સિસિફસ એક દેવ હતા, પરંતુ દેવાધિદેવની અવજ્ઞા કરવા બદલ તેને સ્વર્ગમાંથી તડીપાર કરવામાં આવ્યો તથા સજા પણ કરવામાં આવી. સજા એ હતી કે તેણે એક મોટો ખડક ખીણમાંથી ઉપાડી પર્વતની ટોચ ઉપર મૂકી આવે. પરંતુ એ ટોચ એટલી સાંકડી તથા અણીદાર હતી કે પેલો દેવ બિચારો હાંફત અને પરસેવાથી નીતરત એ ખડક ઊંચકી લાવીને એ ટેગ ઉપર મૂક્વા જતો કે તરત એ ખડક પાછો નીચે ખીણમાં ગબડી પડત. ગમે તે કરે પણ એ અણીદાર ટોચ ઉપર એવડો મોટો ખડક એક ક્ષણ પણ ગબડયા વિના સ્થિર પડી રહી શકે તેમ નહોતું. છતાં સજા એટલે સજ. પેલા દેવને એ ખડક ઊંચકીને ટેચ ઉપર લાવી ગોઠવવાને હતો, એટલે પિતાના પ્રયત્નની નિષ્ફળતા ઉઘાડી દેખાતી હોવા છતાં એ દેવને પોતાના પ્રયત્નમાં વળગી રહેવું પડયું.
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org