________________
કૃષ્ણમૂર્તિ બેસંટ
૧૩૧ જગદગુરુ તરીકે સ્વીકાર કેમ કરીને થાય? “જગદ્ગુરુને ચરણે’ પુસ્તક વડે બેસંટે એ માગણી પૂરી કરવાનો પ્રયત્ન કરેલ છે.
કૃષ્ણમૂર્તિ પતે એ પુસ્તકના લેખક નથી. તે પોતે કહે છે કે, તેમણે એ પુસ્તક કદી લખ્યું હોય એમ તેમને યાદ આવતું નથી. કૃષ્ણમૂર્તિ પોતે સહૃદયી, સાચા અને પ્રમાણિક માણસ છે; છતાં એ પુસ્તક હજુ તેમને નામે વેચાય છે. તેમણે પ્રકાશકોને ખુલ્લંખુલ્લા કહી દેવું જોઈએ કે, પતે એ પુસ્તકના લેખક નથી; અને તેમને નામે એ પુસ્તક વેચાતું અટકાવી દેવું જોઈએ. પ્રકાશકોને એ પુસ્તક પ્રકાશિત કરવું હોય તો લેખકના નામ વિના તેને પ્રકાશિત કરે. પણ તેમણે તેમ કર્યું નથી. તે પોતે તેના લેખક નથી એમ ચેનું કહેવાને બદલે તે એટલું જ કહ્યા કરે છે કે, તે પુસ્તક તેમણે લખ્યું હોય એમ તેમને યાદ આવતું નથી. તેમણે તે સીધા શબ્દોમાં ને પાડી દેવી જોઈતી હતી.
પરંતુ એ પુસ્તક ખરેખર સુંદર છે. ખરું કહીએ તે કોઈને પણ એ પુસ્તકના લેખક હોવાનું અભિમાન થાય તેમ છે. જેઓને આધ્યાત્મિક સાધનાને માર્ગે પ્રયાણ કરવું છે અને કોઈ સદ્ગુરુની સાથે એકરૂપ બનવું છે, તે દરેકે એ પુસ્તકને અભ્યાસ કરવો જોઈએ. યાદ રાખો કે હું તે પુસ્તકને “અભ્યાસ’ કરવાનું કહું છું – માત્ર વાંચી જવાનું નથી કહેતે. કારણ કે, વાંચી જવા માટે તે ઘણી કલ્પના કથાઓ કે નવલકથાઓ છે. અરે “આધ્યાત્મિક નવલકથાઓ” પણ છે! આજે એમના અનેક લેખકો ફાટી નીકળ્યા છે તથા તેમની ડઝનબંધ ચોપડીઓ પ્રકાશિત થયે જાય છે કારણકે અત્યારે તેવી પડીઓની “માંગ' છે,
દશમી બેઠકના પાંચમાં પુસ્તક તરીકે રજનીશજી કૃષ્ણમૂતિનું “કોમેન્ટરીઝ ઓન લિવિંગ’ પુસ્તક રજૂ કરે છે અને કહે છે કે, એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org