________________
८४ સરાહ
આ ચેાથી બેઠકનું ત્રીજું પુસ્તક ‘ધ સૉન્ગ ઑફ સરાહ' (Sarah) છે. સરાહ બહુ જાણીતો માણસ નથી – તેના દેશવાસીઓમાં પણ તે જાણીતો નથી. એ તિબેટન ભાષાનું પુસ્તક છે. તે પુસ્તક કોણે લખ્યું તે કોઈ જાણતું નથી. સરાહે પતે તે લખ્યું નથી એટલું નક્કી છે. પણ તે પુસ્તકમાં સરાહે જે જાણ્યું હશે – જે પ્રાપ્ત કર્યું હશે તેની બધી સુવાસ માજુદ છે. એ કાવ્ય કોઈ કવિની કૃતિ નથી, તે તો એક અધ્યાત્મજ્ઞાનીના આત્મ-સાક્ષાત્કાર છે. તેમાં બહુ થેાડી જ લીટીઓ કે કડીઓ છે, પણ એવી પ્રકાશમાન તથા તેજસ્વી છે કે ભલભલા તારાઓ પણ તેની સામે શરમથી ઝાંખા પડી જાય.
-
•
એ કાવ્યનું ભાષાંતર થયું નથી. મેં તો તેને એક લામાને મુખે સાંભળ્યું હતું. મને તે કાવ્ય વારંવાર સાંભળવાનું ગમત; પણ જે લામા પાસે મારેં એ સાંભળવાનું હતું તે એટલેા બધા ગંધાતો હતો કે એક વાર સાંભળી લીધા પછી લામાને ટ્રૅન્ક યુ ત્યાંથી નીકળી જવું પડયું. લામાઓ ગંધાય છે કારણકે નહાતા નથી. અને મને ગંધની ઍલર્જી છે. એટલે વધુ વખત ત્યાં બેસું તો મને અસ્થમાના ઍટેક આવે.
કહીને મારે
તેઓ કી
મૈં સરાહ વિષે ઘણું વક્તવ્ય કરેલું છે. સરાહ જ તંત્રશાસ્ત્રનું મૂળ ઉદ્દભવ-સ્થાન હતો.
Jain Education International
૧૫૯
For Personal & Private Use Only
www.jainelibrary.org