________________
ફરીદ
ફરીદે પોતે કોઈ પુસ્તક લખ્યું નથી, પરંતુ તેમનાં ગીતો તેમના ભક્તોએ લખી લીધા છે. તેમનાં ગીતે અત્યંત (tremendously) સુંદર છે, પરંતુ તેમને કોઈ પંજાબીને મુખે સાંભળવા જોઈએ. ફરીદ પંજાબમાં વસ્યા હતા અને તેમનાં ગીતો પંજાબીમાં છે – હિંદીમાં નહિ. જાબી હિંદી કરતાં તદ્દન જુદી એવી ભાષા છે. હિંદી વેપારી
ની મૂદુ ભાષા છે, ત્યારે પંજાબી તરવાર જેવી ભાષા છે? એક સૈનિકોદ્ધાની ભાષા છે. તે હદયની આરપાર પેસી જાય છે. તમે ફરીદનાં ગીતે પંજાબીમાં સાંભળો તેની સાથે તમારું હૃદય છિન્નભિન્ન થઈ જાય.
જ્યારે પંજાબમાં પરિભ્રમણ કરતે હો ત્યારે ઘણા લોકોને પૂછતો કે તમે મને કશીદનાં ગીત ગાઈ સંભળાવશે? કોઈક કઈક વાર મને ફરીદનાં ગીતો ગાઈ સંભળાવનાર મળી પણ આવતે – જે ફરીદનાં ગીતો કેમ ગાવાં તે ખરેખર જાણ હેય. અહા તે ગીત! અને તે સાંભળવાની ધન્ય ક્ષણે! પજાબી ભાષાની પોતાની એવી ખાસિયત છે. દરેક ભાષાને પોતપોતાની જુદી ખાસિયત હેય છે.
જબી ભાષા ખરેખર કિરપાણ – તલવાર છે. કોઈ વસ્તુને તમે એથી વધુ ધારદાર ન બનાવી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org