________________
૩૨
અલ-હિલ્લાજ મનસૂર
(છઠ્ઠી બેઠકના) ચેાથા તરીકે હું અલ-હિલ્લાજ મનસૂરને રજૂ કરું છું. મને સૌથી વધુ સુંદર (beautiful) લોકોમાંના એકના પરિચય તેમને કારણે થયા છે, એમ હું માનું છું. મેં એમને વિષે ઘણું વક્તવ્ય કરેલું છે; પરંતુ ૫૦ પુસ્તકોની યાદીમાં મેં તેમનું નામ લીધું ન હતું. મનસૂરે કોઈ પુસ્તક લખ્યું નથી; તેમણે માત્ર અમુક વિધાન જ કર્યાં છે — અમુક જાહેરાતે જ. મનસૂર જેવા માણસા જાહેરાત જ કરી શકે, કશા અહંપણાને લીધે નહિ — તેમનામાં અહં રહ્યો હતો જ નથી. તેમણે ‘અનલ હક' એવી જાહેરાત કરી છે અને તે જાહેરાતના અર્થ થાય છે — ‘હું ઈશ્વર છું; અને બીજો ઈશ્વર છે જ નહિ.'
મુસલમાને તેમને માફ કરી શકયા નહિ, અને તેથી તેઓએ તેમની કતલ કરી નાખી. પણ મનસૂરને કોઈ મારી શકે? એ અશકય વસ્તુ છે. જ્યારે લોકો મનસૂરને મારી નાખતા હતા ત્યારે તે હસતા હતા. કોઈકે તેમને પૂછ્યું, ‘અલ્યા તું હસે છે શાના?’
મનસૂરે જવાબ આપ્યો, “હું હસું છું કારણ કે, તમે માત્ર મારા શરીરને મારી નાખા છે; પરંતુ મૈં વારંવાર કહ્યા કર્યું છે કે હું મારું શરીર નથી, હું તે ઈશ્વર પોતે છું – અનલ હક 1’” મનસૂર જેવા માણસા જ આ પૃથ્વીના નમકરૂપ છે.
-
મેં ઉપર કહ્યું તે પ્રમાણે અલ-હિલ્લાજ મનસૂરે કોઈ પુસ્તક લખ્યું નથી. માત્ર તેમની કેટલીક જાહેરાતને તેમના પ્રેમી અને
૧. ઇસુ ખ્રિસ્તે નમકને પૃથ્વીની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કહી છે.
}
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org