________________
૭૫
ગુએફ
આ પુસ્તક માત્ર “વાંચવા માટેનું પુસ્તક નથી. એનો તે ઊંડે અભ્યાસ કરવો જોઈએ – “પાઠ” કરવો જોઈએ. અંગ્રેજી ભાષામાં હિંદી શબ્દ “પાઠ’ માટે કોઈ ઉચિત શબ્દ નથી. કોઈ વસ્તુનો “પાઠ” કરે એટલે તે એક જ વસ્તુને આખી જિંદગી સુધી રોજ વાંચ્યા કરવી. માત્ર “વાંચ્યા કરવી” એમ કહીએ તેથી પણ કશો અર્થ સરતો નથી – ખાસ કરીને પશ્ચિમના દેશોમાં, જ્યાં કાગળનાં પૂઠાં વાળી (paperback) ચોપડીઓ વાંચીને ફેંકી દેવામાં આવે છે યા તે રેલવે ટ્રેનમાં જયાં બેઠા હોય તે બેઠક ઉપર જ પડતી મૂકવામાં આવે છે. “પાઠ કરવો’ એટલે ઊંડો અભ્યાસ કરવો એવો અર્થ પણ નથી થતું. કારણ કે, "અભ્યાસ કરે એટલે શબ્દ કે શબ્દોનો અર્થ સમજવા એકાગ્ર થઈને પ્રયત્ન કરવો એટલે જ અર્થ સમજાય. પરંતુ પાઠ’ વસ્તુ માત્ર વાચન કે અભ્યાસ કરતાં ક્યાંય વધારે છે – જુદી છે. પાઠ કરે એટલે એક જ વસ્તુનું આનંદપૂર્વક પુનરાવર્તન કરવું - એટલા બધા આનંદપૂર્વક કે એ વસ્તુ તમારા અંતરમાં ઊંડી ઊતરી જાય – તમારા પ્રાણરૂપ – શ્વાસોચ્છવાસરૂપ બની જાય. એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી પણ ખર્ચી નાખવી પડે અને સાચી ચોપડીઓ – ગુજએફની “મહાત્માઓને સત્સંગ' જેવી ચોપડીઓ સમજવી હોય તે એમ જ કરવું પડે.
ગુજએફના પુસ્તકમાં કાલ્પનિક મુલાકાતે કે મહાત્માઓની વાત નથી. એક અમેરિકન લેખકે “ડૉન જુઆન” (Don Juan) નામના કાલ્પનિક પુરુષની વાત લખી છે પણ એમ કરીને તેણે માનવજાતની મહાન કુ સેવા જ કરી છે. કારણ કે, આધ્યાત્મિક બાબતમાં કલ્પનાને જરા પણ છૂટોદર આપવાને ન હોય, તેમ કરવાથી ઊલટું માણમાં એ બેટો ખ્યાલ બેસી જવાનો સંભવ છે કે આધ્યાત્મિક બાબતની લોભામણી વાતે માત્ર કલ્પનાઓ જ હોય છે. ગુજએફે તો સાચા મહાપુરુષોની જ વાત લખી છે. તે ચેપડીમાં નિરૂપેલા
1. Carlos Castaneda.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org