________________
છે.
“પુસ્તકે - જે મને ગમ્યાં છે”
કોન્ફશિયસે રાડ પાડીને પોતાના શિષ્યોને કહ્યું, “શૂન્યાવસ્થા? ચૂપ મરે? શૂન્યાવસ્થા તો કબરમાં પોઢશો ત્યારે જ મળશે. જીવન દરમ્યાન વળી શૂન્યાવસ્થા કેવી? જીવનમાં ઘણું ઘણું કરી જવાનું છે.”
હવે તમે સમજી શકશો કે મને તે શાથી ગમતો નથી. લા ન્યુ જેવા મહાનમાં મહાન માણસ પાસે પહોંચ્યા પછી તે પાછો ફર્યો ! મને તેને માટે રડવું આવે છે.
જોકે કૉન્ફશિયસનાં પુસ્તકોમાંથી એક અગત્યનું પુસ્તક “ધ એનેલેકટ્સ' (The Analects) હું આ યાદીમાં ઉમેરી લઉં છું - નિષ્પક્ષતા દાખવવા ખાતર.
તે પુસ્તકને હું વૃક્ષનાં મૂળિયાંની ઉપમા આપું – તદ્દન કદરૂપાં પણ અતિ આવશ્યક ! એ પુસ્તકમાં કૉન્ફશિયસે દુનિયા અને દુનિયાદારીની ઘણી વાતો કરી છે.
ચુઆંગ બ્લ્યુ આઓ જુની માફક ઓશો રજનીશજીએ ચુઆંગ જી તથા તેમના પુસ્તક “ધ રેબલ્સ ઑફ ચુઆંગ ઝુ’ વિષે પ્રસ્તુત બેઠકો દરમ્યાન સીધું વક્તવ્ય કર્યું નથી, પરંતુ લીન યુટાંગ નામના ખ્રિસ્તી થઈ ગયેલા ચીની લેખકના પુસ્તક “ધ વિઝડમ ઓફ ચાયનાની (૧૪મી બેઠકના બીજા પુસ્તક તરીકે) રજૂઆત કરતી વખતે તેની ટીકા કરતાં એ પુસ્તક વિષે કંઈક વક્તવ્ય કર્યું છે, તે નીચે મુજબ
લીન યુટાંગમાં લખવાની આવડત સારી અને પુષ્કળ છે એટલે તેને ચીનના જ્ઞાનીઓ વિશે તથા જ્ઞાન વિશે પુસ્તક લખી નાખ્યું છે. પરંતુ તે લાઓ — વિષે કંઈ જ જાણતું નથી, જેમનામાં ચીન દેશના એકલાને જ જ્ઞાનને નહિ, પરંતુ આખી દુનિયાના જ્ઞાનને
૩. ૧૧ મી બેઠકમાં બીજા પુસ્તક તરીકે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org