________________
બુદ્ધ : “ધમપદ'
વેશ્યા જ વેશ્યા મટી જાય – સાધ્વ બની રહે બુદ્ધની બાબતમાં પણ ખૂંખાર હત્યારા અંગુલીમાલને એ જ પ્રસંગ છે –
લૂંટારૂ– હત્યારા અંગુલીમાલે એક હજાર માણસોની હત્યા કરવાનું નિરધાર્યું હતું; તથા ગણતરીમાં ચૂક ન આવે તે માટે મારેલા દરેક માણસની એક આંગળી કાપી તેને માળામાં પરોવી ગળામાં પહેરી રાખતો એ પ્રમાણે ૯૯૯ આંગળીઓ તેની માળામાં પરોવાઈ ગઈ હતી અને એક જ આંગળી હજારની સંખ્યા પૂરી થવામાં ખૂટતી હતી.
બનવાજોગ તે એ હજારમી હત્યા કરવા માટે તેને બુદ્ધ જ સામાં મળ્યા. બુદ્ધ એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા હતા. અંગુલીમાલે તેમની સામે જઈ બૂમ પાડીને કહ્યું, “ઊભો રહે, થોભ, અલ્યા જોગટા!' પણ બુદ્ધ તે થોભ્યા વિના તેની સામે જ આવવા લાગ્યા અને બોલ્યા, “ભાઈ, હું પણ સૌને બૂમો પાડી પાડીને કહ્યા કરું છું કે, “થે, ભો!' પણ કોણ સાંભળે છે? કઈ થોભનું જ નથી!”
અંગુલીમાલ બુદ્ધને પિતાની પાસે ન પાસે આવતા જોઈ નવાઈ પામ્યો. તેણે ફરીથી બૂમ પાડીને બુદ્ધને કહ્યું, “ઊભો રહે, ભી જા. તું જાણતો નથી કે મેં એક હજાર માણસની હત્યા કરવાની પ્રતિજ્ઞા લીધી છે, અને તે હજારની સંખ્યા પૂરી થવામાં એક જ જણ ખૂટે છે. એટલે મારી માએ જ પિતાની હત્યા થવાની બીકે મારી સામે કે મારી પાસે આવવાનું બંધ કર્યું છે. હું તને મારી નાખું, પણ મને તારું મો જોઈ તને મારવાનું મન થતું નથી. એટલે જો તું થેભીને પાછો વળી જશે, તો હું જરૂર તને જીવતો જવા દઈશ !”
બુદ્ધ જવાબમાં કહ્યું, “એ વાત હવે ભૂલી જા, જીવનમાં કદી પાછા વળવાનું હું સમજ્યો નથી. અને થોભવાની વાત કહે છે તે સાંભવ કે, ૪૦ વર્ષ પહેલેથી જ હું સદંતર થોભી ગયો છું. હવે
ભાવવાનું કશું મારી પાસે બાકી રહ્યું નથી. અને મારી હત્યા કરવાની વાત તું કહે છે તે મારો જવાબ એ છે કે, તું મને ખુશીથી મારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org