________________
પુસ્તકે- જે મને ગયાં છે” ૫. બુદ્ધ પરમ તત્વને “અના' (અનાત્મા) અર્થાત્ શૂન્ય કહ્યું છે. આખા ઈતિહાસમાં ગૌતમ બુદ્ધ જ એકલા માણસ છે જેમણે આત્મ-તત્ત્વને “અનામ’ કહ્યું છે. હું બુદ્ધને એક હજાર અને એક (૧૦૦૧) કારણેથી ચાહું છું. તેમણે પરમ તત્વને અનાત્મા – શૂન્ય કહ્યું તે એ કારણોમાંનું એક છે. બાકીનાં હજાર કારણે હું સમયને અભાવે ગણી બતાવતું નથી. પરંતુ એક દિવસ એ હજાર કારણે પણ ગણી બતાવું તો નવાઈ નહિ...
(મન જ્યાં સુધી પરમ તત્વ અંગે આત્મા જેવી કોઈ હસ્તીની વાત કર્યા કરે છે, ત્યાં સુધી તે અજ્ઞાની હેઈ જૂઠું જ બોલે છે, કારણકે પરમ સત્યને સાક્ષાત્કાર થતી વખતે મન હોતું જ નથી. મનની પાર જાય – મન મટી જાય ત્યારે જ પરમ સત્ય પ્રગટ થાય. તે તત્વને મનની ભાષામાં કહી બતાવવું હોય, તો તેને અનાત્મા – શૂન્ય એ સિવાય બીજું શું કહી શકાય?)
૬. સારા માણસની સેબતમાં ખરાબ માણસ આવે છે તે સારો બની રહે, અને ખરાબ માણસની સોબતમાં સારો માણસ જાય તે તે ખરાબ બની રહે, એવો મારો અનુભવ છે. પરંતુ એ સાક્ષાત્કાર ન પામેલાઓની બાબતમાં જ સાચું છે. કારણકે બુદ્ધ બનેલા–સાક્ષાત્કાર પામેલાની બાબતમાં તે સાચું નથી જિસસના સંપર્કમાં વેશ્યા મૅગડલેના Magdalena) આાવે. તો જિસસને કશો ડાઘ ન લાગે, પરંતુ
૩, કૌંસમાં મૂકેલો ભાગ મૂળનો નથી. પરંતુ ઓશો રજનીશજીના ધ્યાન વિષેના પુસ્તકમાં જે કહ્યું છે તેના સંદર્ભમાં તે ભાગ અહીં ઉમેરેલો છે. ઉપનિષદો પણ કોઈક વાર “નેતિ નેતિ' એ પરમ તત વિષે શુન્યવાદ ઉચ્ચારે છે; પરંતુ મુખ્યત્વે તેઓ માં આમતત્વની વાતનું પ્રાધાન્ય હોય છે. અને અનધિકારી લોકોના હાથે પછી એ આત્મવાદને આધારે ધણો અનર્થ થયો છે. બુદ્ધ પરમ તત્વનું નામ પાડવા જ ઈચ્છતા ન હતા. તે તે ધ્યાન-સમાધિથી મનની પાર જવાની વાત ઉપર – સાધના ઉપર જ ભાર મૂકવા માગતા હતા; પરમ તત્ત્વની ચર્ચા ઉપર નહીં. - સં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org