________________
૪૦ વિધર્મ
હું અત્યાર સુધી (બીજી બેઠકનાં ચાર પુસ્તકો ગણાવ્યા સુધી) “બોધિધર્મના શિષ્યએ કરેલી નધિ' (“ધ નટ્સ ઑફ ધ ડિસાઈપલ્સ ઓફ બોધિધર્મ') પુસ્તકનો ઉલ્લેખ કરવાનું પણ ભૂલી ગયો હતો. જ્યારે જ્યારે હું ગૌતમ બુદ્ધ વિશે વાત કરું છું ત્યારે હું બોધિધર્મને હમેશાં ભૂલી જાઉં છું. કદાચ તેમના ગુરુ બુદ્ધ વિશે કહેવામાં તે આવી ગયા એમ મને લાગતું હશે. પણ નહિ! એ ખોટું છે. બોધિધર્મ તે પોતાના પગ ઉપર જ ઊભેલા માણસ છે. તે અલબત્ત બુદ્ધના મહાન શિષ્ય હતા – એટલા બધા મહાન કે તેમના ગુરુને જ તેમની ઈર્ષા આવે!
બોધિધમેં પોતે તો એક શબ્દ પણ લખ્યો નથી. પરંતુ તેમના કેટલાક શિષ્યોએ – જેમણે પોતાનાં નામ પણ જાહેર થવા દીધાં નથી – તેમણે બોધિધર્મના કેટલાક શબ્દોનું ટાંચણ કરી લીધેલું. એ ટાંચણ પણ બહુ થોડું જ છે; પરંતુ એ “થોડું' પણ કોહીનૂર હીરા જેટલું કીમતી છે. “કોહીનૂર’ શબ્દનો અર્થ “વિશ્વનું નૂર’ – વિશ્વની જ્યોતિ એવો થાય. નૂર એટલે જતિ – પ્રકાશ. અને કહી એટલે વિશ્વ – જગત. મારે કોઈ વસ્તુની “કોહીનૂર’ કહીને પ્રશંસા કરવી હોય તે બોધિધર્મના અનામી રહેલા શિષ્યોએ કરી લીધેલા ટાંચણની જ કરું.
(કમ-દોષ વહોરીને બાકી રહી ગયેલું એ પુસ્તક અહીં ઉમેરી લીધું છે. ખરી રીતે તેનું સ્થાન બૌદ્ધધર્મનાં પુસ્તકો સાથે હોવું જોઈતું હતું. – સં૦)
૬૫
૫૦- ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org