________________
પુસ્તકે- જે મને ગમ્યાં છે' તે અર્થમાં તે સમજાય છે, પરંતુ તેને જે ભાવ છે – spirit છે – તે અર્થમાં તે બિલકુલ સમજવામાં આવતું નથી. ભાષાંતરકાર તેને મૂળ ભાવ પિતાના ભાષાંતરમાં લાવી શક્યો નથી. “રુબાવત’ રૂપકની ભાષામાં લખાયેલ ગ્રંથ છે, ત્યારે તેને ભાષાંતરકાર સીધે સાદો અંગ્રેજ છે.
રૂબાયતમાં શરાબ અને સુંદરીની વાત સિવાય બીજું કાંઈ નથી. તે શરાબ અને સુંદરીનાં જ ગીત ગાય છે. તેના ભાષાંતરકારો - અને તે ઘણાબધા છે – તે બધા જ બેટો અર્થ કરી બેઠા છે. કારણ એટલું જ છે કે ઓમર ખય્યામ સકી – અધ્યાત્મજ્ઞાની – “તસાવફ” ('Tasawuf') વાળ માણસ હતો. જ્યારે તે સ્ત્રી વિષે વાત કરે છે, ત્યારે ખરી રીતે તે ઈશ્વર વિષે વાત કરતો હોય છે. સૂફીઓ ઈશ્વરને એ રીતે સંબોધે છે... પ્રિયતમા, એ મારી પ્રિયતમા!'.. તેઓ ઈશ્વરને નારીજાતિવાચક શબ્દથી સંબોધે છે, એ હંમેશા ધ્યાનમાં રાખવું.
આખી માનવજાત ઇતિહાસમાં કોઈએ ઈશ્વરને સ્ત્રી તરીકે સંબોધ્યાને બીજો કોઈ દાખલો નહિ મળે. સૂફીઓ ઈશ્વરને પ્રિયતમા તરીકે જ સંબોધે છે.
અને શરાબ એ તે પ્રિયતમ પ્રિયતમાને મળે ત્યારે જે વાત બને તેનું નામ છે. તેને દ્રાક્ષના આસવ સાથે કશી લેવાદેવા નથી. પ્રેમી પ્રેમિકાને મળે, શિષ્ય ગુરુને મળે, સાધક પિતાના સાધ્યને પામે, ત્યારે જે ઊભરો આવે છે, જે ઉન્માદ થાય છે, જે રૂપાંતર થાય છે, તેનું જ નામ “શરાબ” છે.
બાયત” ખોટી રીતે જ સમજવામાં આવી છે, તે કારણે જ હું તેને યાદીમાં સામેલ કરવાનું ચૂકી ગયો હઈશ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org