________________
ભ
તથા ઇતિહાએ લખેલા
૧૪૨
“પુસ્તકે જે મને ગમ્યાં છે' તેટલાની જ તે નમ્રપણે રજૂઆત કરે છે, અને સાથે સાથે જણાવે છે કે, એ ફિલસૂફીને સંપૂર્ણ ઇતિહાસ નથી પણ પશ્ચિમના દેશ તરફની ઍરિસ્ટોટલથી માંડીને બન્ડ રસેલ સુધીની ફિલસૂફીને જ ઇતિહાસ છે.
મને ફિલસૂફી ગમતી નથી. પરંતુ રસેલની પડી ઇતિહાસ જ નથી પણ એક કલાકૃતિ પણ છે. પદ્ધતિસરની કળાની કોટીની, એ સુંદર કૃતિ છે. બન્ડ રસેલ મૂળે ગણિતશાસ્ત્રી હતા તેને કારણે જ કદાચ એમ બન્યું હશે.
ભારતને હજુ પણ એવા બન્ડ રસેલની ખોટ છે, જે તેની ફિલસૂફી વિષે તથા ઇતિહાસ વિશે કંઈક લખે. ઇતિહાસ તે ઘણા છે, પરંતુ તે બધા ઈતિહાસકારોએ લખેલા છે, ફિલસૂએ નહીં! એ તે ઉઘાડું છે કે, એક ઇતિહાસકાર તે ઇતિહાસકારની રીતે જ લખે, ગતિશીલ વિચારને આંતરિક લય અને ઊંડાણ તેના સમજવામાં આવે જ નહિ. રાધાકૃષ્ણને “હિસ્ટરી ઓફ ઇંડિયન ફિલોસોફી” નામનું પુસ્તક લખ્યું છે – એમ માનીને કે તે બન્ડ રસેલને પુસ્તક જેવું બનશે. પરંતુ એ પુસ્તક તો ચોરી કરેલું છે, એ પુસ્તક રાધાકૃષ્ણને લખ્યું નથી. એ પુસ્તક તે એક બિચારો વિદ્યાર્થી, જેના રાધાકૃષ્ણન પરીક્ષક હતા. તેણે લખેલ મહાનિબંધ છે. રાધાકૃષ્ણને એ આખો મહાનિબંધ ચોરી લઈને પોતાને નામે ચડાવી દીધો છે. અદાલતમાં તેમના ઉપર કેસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પેલે વિદ્યાર્થી બિચારે એટલો બધો ગરીબ હતું કે તે એ કેસ લડી શકે તેમ નહોતું. એટલે રાધાકૃષ્ણને તેને પૂરતા પૈસા આપી ચૂપ કરી દીધે.
૨. aesthetic. ૩. moving. 8. inner rhythm. 4. profundity.
૬. thesis Ph.D. જેવી ઊંચી કક્ષાની ડિગ્રીઓ માટે પરક્ષા ઉપરાંત સ્વતંત્ર મહાનિબંધ પણ તૈયાર કરી આપવા પડે છે. - સં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org