________________
૭૬
બર્ન્ડ
રસેલ
મારે બન્ડ રસેલને મારી યાદીમાં ઉમેરી લેવાને છે એ વાત કોણ જાણે શાથી હું ભૂલી જ શકતા નથી. મેં તેને હમેશાં ચાહ્યો છે – એમ જાણવા છતાં કે અમે બે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલા એકબીજાથી વેગળા છીએ – વિરુદ્ધમાં છીએ. કદાચ તેને ચાહવાનું એ જ કારણ હશે. કારણ કે, લેકોક્તિ જ છે કે, બે ધ્રુવ દૂર – એક બીજાથી છેક વિરુદ્ધમાં હોવા છતાં એકબીજાને આકર્ષે છે. તમને મારી આંખમાં આવેલાં આંસુ દેખાય? તે બન્ડ રસેલ માટે છે. તેના મિત્રો તેને “બટ' (Bertee) કહીને જ બોલાવતા. “ધ હિસ્ટરી ઓફ વેસ્ટર્ન ફિલોસોફી” બારમી બેઠકનું નવમું પુસ્તક તેનું છે.
પશ્ચિમની ફિલોસોફી પૂરતું કહીએ તે તેને અને બન્ડ રસેલ જેટલું (મહત્ત્વનું કે ઉપયોગી) કામ બીજા કોઈએ કર્યું નથી. જાતે ફિલસૂફ હોય તે જ એ કામ કરી શકે. ઇતિહાસકારોએ પ્રયત્ન કર્યો છે, અને ફિલસૂફીના ઘણા ઇતિહાસ લખાયા છે. પણ તે લખનાર એકે ઇતિહાસકાર ફિલસૂફ નહોતા. આ પહેલી જ વાર બન્યું છે કે, બન્ડ રસેલની કથાને ફિલસુફ ધ હિસ્ટરી ઓફ વેસ્ટર્ન ફિલોસોફી” નામે ઈતિહાસને ગ્રંથ પણ લખે છે. અને તે એ સહૃદય (sincere) માણસ છે કે, તે પોતાના પુસ્તકને “ફિલસૂફીને ઇતિહાસ' નથી કહેતો; કારણ કે, તે બરાબર જાણતો હતો કે તે પોતે પૂર્વના દેશો તરફની ફિલસૂફીથી તદ્દન અજ્ઞાત હતો. પોતે જેટલું જાણતો હતો
૧. કૌસમાં મૂકેલા શબ્દો મૂળના નથી. -સં•
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org