________________
બેહમ
૧૧
થવું હોય તો ધનવાન પણ તેવું પડશે. મને પુનરાવર્તન કરી લેવા દો: તમારે અધ્યાત્મજ્ઞાની થવું હોય તો ધનવાન પણ હોવું પડશે. જિસસ કહે છે કે, તેને ઈશ્વરના રાજ્યમાં ધનવાન પ્રવેશ નહિ પામી શકે. પણ હું ભારપૂર્વક કહું છું કે, જે સૌથી વધુ ધનવાન હશે તે જ ઈશ્વરના રાજયમાં પ્રવેશ પામી શકશે. અને યાદ રાખો કે હું જે કહું છું તે જિસસનાથી વિરોધી એવું કંઈ કહેતો નથી. જિસસની ભાષામાં “ગરીબ' શબ્દ અને મારી ભાષામાં “ધનવાન’ શબ્દ એ બે વિરોધી શબ્દો નથી; અને શબ્દોનો એક જ– સરખે જ અર્થ થાય છે. જે માણસે પોતાને અહંભાવ ગુમાવ્યો હોય, તેને જિસસ “ગરબ' કહે છે, હું તેને “ધનવાન' કહું છું. જેમ તમે ઓછા ને ઓછા અહંભાવવાળા બને, તેમ તમે સાચા ધનવાન બને છો. પરંતુ ભૂતકાળમાં અને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં બોહમ જે કોઈ માણસ તવંગરને ઘેર જ નથી.
પરંતુ પૂર્વના દેશોમાં એમ બનતું નથી. બુદ્ધ એક રાજકુમાર હતા; મહાવીર પણ રાજકુમાર હતા. જેના વીસ તીર્થંકરો રાજકુમારો હતા; કૃષ્ણ તો રાજા હતા અને રામ પણ બધા તવંગર હતા – ખૂબ જ તવંગર. એમાં કોઈ ગૂઢ અર્થ રહેલો છે: હું જેને સાચું તવંગરપણું કહું છું તે અર્થ, જે માણસ અહંભાવ ગુમાવે તે ખરેખરો તવંગર બને છે. જ્યારે તે શૂન્યરૂપ બની જાય છે ત્યારે જ તે તેનું ખરાપણું પ્રાપ્ત કરે છે. - બેહમે બહુ જ થોડી મુદ્દાની વાતો કહેલી છે. તે ઘણી વાતો કહી શકે એમ હતું જ નહિ, માટે ગભરાતા નહિ. તેમાંની એક મુદ્દાની વાત તમને હું કહી દઉં: “હૃદય જ ઈશ્વરનું ધામ – મંદિર છે.” ખરી વાત છે બોહમ, હૃદય જ મંદિર છે, માથું નહિ
2. significance.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org