________________
“પુસ્તકે - જે મને ગયાં છે” રહો.” (“Do not think, BE.” પરંતુ એટલાને સાક્ષાત્કાર કરવો હોય તે ઘણા જન્મ લેવા પડે. પરંતુ તમે જો ખરેખર સમજી ગયા હો, તે આ ક્ષણે – અહીં જ – અત્યારે ગમે તેવા “બની’ જઈ શકો. હું તે “બની’ ગયો છું, તે તમે કેમ ન બની જઈ શકો? સિવાય કે તમે પોતે જ પોતાને “બની' જતાં રોકી રહ્યા છે!
૬૯ સેઈન્ટ ઑગસ્ટાઈન : “CONFESSIONS'
(પંદરમી બેઠકના) બીજા પુસ્તક તરીકે હું સેઈન્ટ ઑગસ્ટાઈનનું “Confessions” (“આચરેલાં પાપોની કબૂલાત') પુસ્તક રજૂ કરું છું. કશો ડર રાખ્યા વિના પોતાની આત્મકથા લખનાર સેઈન્ટ ઑગસ્ટાઈન પ્રથમ વ્યક્તિ છે. પરંતુ પોતાનાં પાપોની કબૂલાત કરવા જવામાં તે છેક બીજે છેડે જઈને બેઠા છે. પોતે જે પાપો આચર્યા જ નથી તેમની પણ તેમણે કબૂલાત કરી છે – માત્ર કહી બતાવવાના આનંદ ખાતર!- એવું જણાવવા કે મેં “માણસ આચરી શકે તેવાં બધાં પાપો' આચર્યું છે!
પણ એ સાચું નથી. કોઈ માણસ બધાં પાપ પોતાના જીવનકાળ દરમ્યાન આચરી ન શકે – ઈશ્વર પોતે પણ! અરે, ઈશ્વરની વાત શા માટે કરવી, સેતાન પોતે પણ ઑગસ્ટાઈને પોતે આચરેલાં જે પાપ વર્ણવી બતાવ્યાં છે, તે બધાં પાપ આચરવાને આનંદ એક જનમમાં શી રીતે લઈ શકાય તેની મૂંઝવણમાં પડી જાય. ખરે જ, ઑગસ્ટાઈને અતિશયોક્તિ જ કરેલી છે.
સેઈન્ટ લોકોમાં અતિશયોક્તિ કરવાનું જાણે ઘેલું જ લાગેલું હોય છે. તે પોતે આચરેલાં પાપોની જેમ અતિશયોક્તિ કરે છે, તેમ સાથે સાથે પોતાનામાં રહેલા નાનાસરખા ગુણની પણ અતિશયોક્તિ જ કરે છે. કારણ, તમે તમારાં પાપોની અતિશયોક્તિ કરો તેની ઘેરી છાયામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org