________________
સેઇન્ટ રેંગસ્ટાઈન
૧
તમારા નાનાસરખા ગુણો પણ વધારે ચમકતા – વધારે ઉજજવળ દેખાય. જેમ વાદળ વધુ કાળું, તેમ તેમાં ચમકતી વીજળીની રેખા વધુ તેજસ્વી દેખાય. એ વાદળાની વધારે પડતી કાળાશ જ વીજળીની રેખાના નાના ચમકારાને વધુ ચમકીલા બનાવે. પાપો સામે ઝઘડથા વિના તમે સેઈન્ટ બની શકો જ નહિ : અને જેમ પાપ વધારે, તેમ સેઈન્ટ વધુ મહાન કહેવાય ! – સીધું-સાદું ગણિત છે.
છતાં હું એ ચોપડીને મારી યાદીમાં સમાવેશ કરું છું તેનું કારણ એટલું જ છે કે તે બહુ સુંદર રીતે લખાયેલું પુસ્તક છે. એમાં જુઠ્ઠાણું છે કે નહિ તેની કાનેથી પરવા તેની સુંદરતાને કારણે જ તે ઉપભાગ કરવાને – કદર કરવાને પાત્ર બની રહે છે.
સંત ઑગસ્ટાઈનનું ‘કન્ફેશન્સ ' પુસ્તક જુઠ્ઠાણાંની બનેલી સર્વોત્તમ કલાકૃતિ છે જ તે પુસ્તક નર્યું જુઠ્ઠાણાંથી ભરેલું છે. પરંતુ તે માણસે પોતાનું કામ લગભગ સંપૂર્ણ રીતે પાર પાડયું છે. મૈં ‘લગભગ' શબ્દ એટલા માટે વાપર્યો કે બીજો કોઈ માણસ તે કામ તેનાથી પણ વધુ સારી રીતે કદાચ પાર પાડી શકે; પરંતુ ઑગસ્ટાઈને પોતાનું કામ ૯૯ ટકા સંપૂર્ણ રીતે પાર પાડયું હોઈ, બીજા કોઈને તેથી વધુ સારી રીતે તે કામ પાર પાડવાને બહુ અવકાશ રહેતા નથી. હા, તેમના પછી બીજા ઘણાએ તેમ કરવા માટે પ્રયત્ન કર્યો છે... ટૉલ્સ્ટૉય જેવા મહાપુરુષેપ પણ! ટૉલ્સ્ટૉયનાં પુસ્તકો “ Resurrection”F અને “War and Peace" જુઓ. ટૉલ્સ્ટૉયે લગભગ આખું જીવન પોતાની અપૂર્ણતાઓની કબૂલાત કરવામાં જ ગાળ્યું છે – જોકે તેમાં તે પૂરેપૂરા સફળ નીવડયા નથી. ટૉલ્સ્ટૉય જેવા પણ સેઈન્ટ ઑગસ્ટાઈનને તે બાબતમાં આંટી જઈ ન શકે.
૪. masterpiece of lies.
૫. great man.
૬. આ પુસ્તકનું સંક્ષેપમાં ભાષાંતર ‘હૃદયપલટા' નામથી પરિવાર સ...સ્થાએ પ્રસિદ્ધ કરેલુ છે, અને આ ટ્રસ્ટ પાસેથી ઉપલબ્ધ છે. – સ′૦
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org