________________
૧૮ ગોરખ
(૭ મી બેઠકમાં પાંચમા તરીકે હું ગોરખનું નામ રજૂ કરું છું. એ તાંત્રિક છે; તથા તંત્રવિદ્યાની બધી સાધનાથી તે એટલા બધા પરિચિત હતા તથા તેમના એટલા મોટા નિષ્ણાત હતા કે ભારતદેશમાં અનેક ધંધાઓ એકી સાથે ડહોળનારને “ગોરખધંધા' કરનાર જ કહે છે. “ગોરખધંધા” શબ્દનો અર્થ થાય ગેરખને દધિ અર્થાતુ ગોરખની પેઠે અનેક ધંધા ડહોળવા તે. લોકે એમ જ માનતા હોય છે કે, પિતાના એક ધંધામાં જ ચીટકી રહેવું જોઈએ. પરંતુ ગોરખ તે બધી દિશાઓમાં તથા બધી કક્ષાઓમાં વિચરનાર પુરુષ હતા.
ગોરખનું આખું નામ ગેરખનાથ છે. “નાથ”નો અર્થ થાય સ્વામી - માલિક. ગેરખે આધ્યાત્મિક રહસ્યો ઉકેલવાની બધી ચાવી આપી દીધી છે. જે કંઈ કહેવાય તેવું હતું તે બધું તેમણે કહી દીધું છે. તે એક રીતે બધાને પૂર્ણવિરામ રૂપ જ છે.
પરંતુ દુનિયા ચાલતી જ રહે છે અને ચાલતી રહેવાની છે. તે કોઈ પૂર્ણવિરામને જાણતી નથી. હું પણ કોઈ પૂર્ણવિરામ સ્વીકારતે નથી – સ્વીકારવાનું પણ નથી. હું ગોરખનાથને બહુ આદર કરું છું. મેં તેમને વિષે ઘણું ઘણું વક્તવ્ય કરે છે. કોઈક દિવસ તે બધાનું અંગ્રેજીમાં ભાષાંતર થશે. અત્યારે તે એટલાથી જ વિરમીએ.
૫૦ – ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org