________________
પુસ્તકે - જે મને ગમ્યાં છે”
વાર? ... ગીત સુંદર હતું, તથા તેને લય અને ઠેઠો પણ સુંદર હતે એટલું જ બસ ન થાય?
મોટા થયે જ એવા રહસ્યવાદી લોકોના કહ્યાને અર્થ સમજની પંચાત ઊભી થાય છે. બાકી, બચપણથી જ જો તેમના ઓછાયામાં ઊછર્યા હોઈએ, તે તેમને કહ્યાનો અર્થ સમજવાની જરૂર રહેતી નથી; કારણ કે, ઊંડા અંતરમાં તેનો અર્થ અંકાઈ ગયો હોય છે.
તન તારનને સમજે છું – બૌદ્ધિક રીતે નહિ, પણ સાક્ષાત્ અનુભવની રીતે. તે શાના વિશે વાત કરે છે તે હું જાણું છું. હું તેમના અનુયાયીઓના કુટુંબમાં ન જન્મ્યો હોત તો પણ તેમને સમજી શક્યો હોત. હું ઘણી બધી પરંપરાઓને જાણકાર બન્યો છું; પણ તેથી મારે તે તે કુટુંબમાં જન્મ લેવાની જરૂર ન હોય. હું એવા ઘણા પાગલ લોકોને સમજી શક્યો છું, જેમના વક્તવ્યને સમજવાનો પ્રયત્ન કરવા જતાં જ પાગલ થઈ જવાય.
શૂન્ય સ્વભાવ” પુસ્તકમાં તરનતારન એક જ વસ્તુ વારંવાર કહ્યા કરે છે – હડહડતા પાગલની માફક! હું પણ એ વસ્તુ જ પચીસ વર્ષથી વારંવાર કહ્યા કરું છું. મેં વારંવાર કહ્યા કર્યું છે કે, “જાગો! ઊઠો !” તરનતારી “શૂન્ય સ્વભાવ'માં એ જ વાત કહે છે.
૨. આ બેઠકના પાંચમા પુસ્તક તરીકે હું તન-તારનનું બીજું પુસ્તક સિદ્ધિ સ્વભાવ” રજુ કરું છું. “સિદ્ધિ સ્વભાવ” નામને શબ્દાર્થ થાય છે : “અંતિમ સાક્ષાત્કારની ખાસિયત’ એ નામ અતિ સુંદર છે. આ પુસ્તકમાં પણ તન-તારન એક જ વાત વારંવાર કહ્યા કરે છે : “શુન્ય થઈ જા ” અને એ બીજું શું કહે પણ? બીજ કોઈ પણ એથી વધારે કાંઈ કહી ન શકે... “જાગો ! સાવધાન પા !” (“Be aware'), અંગ્રેજી “beware” (“ચેતો) શબ્દ
be aware' એ બે શબ્દોને વનેલે છે. એટલે “beware” શબ્દ વાપરે તે પણ ડરી જવાની જરૂર નથી. “be aware' અથતુ સાવધાન થાઓ એટલે તમે ઠેકાણે પડયા જાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org